News of Sunday, 30th November 2025
ક્રિકેટ ઈતિહાસ: એક મહિલાના કારણે શરૂ થઈ હતી 'ધ એશેઝ' જેવી મહાન દુશ્મનાવટ, જાણો પ્રેમ અને રાખની અનોખી કહાણી
એમ એશેઝ સિરીઝની શરૂઆત ૧૮૮૨માં એક મહિલા ફ્લોરેન્સ મોર્ફીએ બેલ્સ બાળીને તેની રાખ ઈંગ્લેન્ડના કેપ્ટનને ભેટ આપીને કરી હતી. આજે આ ટ્રોફી ક્રિકેટનું સૌથી મોટું યુદ્ધ છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 'ધ એશેઝ' સિરીઝ ક્રિકેટ જગતનું સૌથી મોટું યુદ્ધ ગણાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ઐતિહાસિક ટ્રોફીની શરૂઆત એક પ્રેમ કહાણી અને એક મહિલાને આભારી છે. ૧૮૮૨માં શરૂ થયેલી આ રાઈવલરી પાછળ રાખ (એશેઝ) અને રોમાન્સનો અનોખો સંગમ છે.
હાલમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ઓસ્ટ્રેલિયામાં એશેઝ જીતવાની નેમ વ્યક્ત કરી છે, ત્યારે આ સિરીઝનો ઈતિહાસ જાણવો રસપ્રદ છે. વાત ૧૮૮૨ની છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે લંડનના ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. આ હારથી ઈંગ્લેન્ડના મીડિયાએ ભારે ટીકા કરી હતી અને એક અખબારે તો 'ઈંગ્લિશ ક્રિકેટનું મૃત્યુ' થયું છે અને તેની 'રાખ' (એશિઝ) ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે તેવી શ્રદ્ધાંજલિ પણ છાપી હતી.
આ અપમાનનો બદલો લેવા ઈંગ્લેન્ડના તત્કાલીન કેપ્ટન ઈવો બ્લીગ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયા. ત્યાં તેમનો પરિચય ફ્લોરેન્સ મોર્ફી નામની મહિલા સાથે થયો. એવું કહેવાય છે કે ફ્લોરેન્સ અને અન્ય મહિલાઓએ મળીને ક્રિકેટના બેલ્સ (સ્ટમ્પ ઉપરની ચકલીઓ) બાળી નાખી હતી અને તેની રાખ એક નાનકડી અત્તરની શીશી (ટ્રોફી)માં ભરીને ઈવો બ્લીગને ભેટ આપી હતી.
આ પ્રેમ કહાણી આગળ જતાં લગ્નમાં પરિણમી હતી અને આ નાનકડી ટ્રોફી ક્રિકેટની સૌથી મોટી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ. આજે પણ એશેઝ ટ્રોફીમાં એ જ રાખ સચવાયેલી હોવાનું મનાય છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
