News of Sunday, 30th November 2025
વાવાઝોડા 'દિત્વાહ'નું સંકટ: તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે આગામી ૨૪ કલાક અત્યંત ભારે: તંત્ર એલર્ટ પર
સમુદ્રી તોફાન ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'દિત્વાહ' હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન આ વાવાઝોડું ઉત્તર તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને સમાંતર ઉત્તર દિશા તરફ ગતિ કરશે.
દક્ષિણ ભારતના રાજ્યો પર કુદરતી આફતનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, સાયક્લોનિક સ્ટ્રોમ 'દિત્વાહ' તેની દિશા જાળવી રાખીને આગળ વધી રહ્યું છે.
જોકે, તે સીધું જમીન સાથે ટકરાશે કે કેમ તે અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની અસરને કારણે તામિલનાડુ અને પુડુચેરીના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
આમ વાવાઝોડું 'દિત્વાહ' તામિલનાડુ અને પુડુચેરીના કિનારેથી પસાર થશે. આગામી ૨૪ કલાક ભારે રહેવાની આગાહી. દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવા ચેતવણી
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
