<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ભારત બનશે ડેટા પાવરહાઉસ: ૨૦૨૭ સુધીમાં ડેટા સેન્ટર સેક્ટરમાં ૧૦૦ અબજ ડોલરનું જંગી રોકાણ થશે

ડિજિટલ ક્રાંતિ અને એઆઈ નો જમાનો: સીબીઆરઈ ના રિપોર્ટમાં ઉજળું ભવિષ્ય

ભારત હવે ડિજિટલ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા તરફ અગ્રેસર છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ સીબીઆરઈના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતના ડેટા સેન્ટર ઉદ્યોગમાં ૧૦૦ અબજ ડોલર (લગભગ ૮ લાખ કરોડ રૂપિયાથી વધુ) નું જંગી વિદેશી અને સ્થાનિક રોકાણ આવશે.
આજના સમયમાં ડેટા એ નવું ઓઈલ મનાય છે. ભારતમાં વધી રહેલા ઈન્ટરનેટ વપરાશકર્તાઓ, ફાઈવ જી નેટવર્કનું વિસ્તરણ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના વધતા પ્રભાવને કારણે ડેટા સેન્ટરોની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. મોટી મોટી ટેક કંપનીઓ ભારતમાં પોતાના સર્વર અને સ્ટોરેજ યુનિટ્સ સ્થાપી રહી છે. આ ૧૦૦ અબજ ડોલરના રોકાણથી દેશમાં નવી રોજગારીની તકો ઉભી થશે અને આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોર જેવા શહેરો આ રોકાણના મુખ્ય કેન્દ્રો બની રહે તેવી શક્યતા છે.
આમ ભારતના ડેટા સેન્ટર બિઝનેસમાં તેજી! ૨૦૨૭ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આવશે. ડિજિટલ ઈન્ડિયા મિશનને મોટો વેગ મળશે.

(5:26 PM IST)