<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

બર્ગર અને પિઝા બાદ હવે યુકેની પ્રખ્યાત 'જર્મન ડોનર કબાબ' હવે ભારતમાં આવતા વર્ષે ખોલશે પહેલી રેસ્ટોરન્ટ

ફાસ્ટ ફૂડના શોખીનો માટે નવો વિકલ્પ: કંપનીનું ભારતમાં વિસ્તરણ કરવાનું આયોજન

ફાસ્ટ ફૂડની દુનિયામાં એક નવું નામ ભારતમાં ઉમેરાવા જઈ રહ્યું છે. યુનાઈટેડ કિંગડમ (યુકે) સ્થિત પ્રખ્યાત ફાસ્ટ-ફૂડ ચેઈન 'જર્મન ડોનર કબાબ' (જીડીકે) એ ભારતીય બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. આવતા વર્ષની શરૂઆતમાં તેઓ પોતાની પ્રથમ રેસ્ટોરન્ટ ખોલશે.
બર્ગર અને પિઝા બાદ હવે ભારતીયોને 'ડોનર કબાબ'નો સ્વાદ માણવા મળશે. જીડીકે (જીડીકે) એ વિશ્વભરમાં તેની ગુણવત્તા અને સ્વાદ માટે જાણીતી બ્રાન્ડ છે. કંપનીએ ભારતના વિશાળ ફાસ્ટ ફૂડ માર્કેટની ક્ષમતાને જોઈને અહીં વિસ્તરણ કરવાનું નક્કી કર્યું છે. 
જોકે, ભારતીય સ્વાદ અને શાકાહારી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તેમના મેનૂમાં કેટલાક ફેરફારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે. મેકડોનાલ્ડ્સ અને કેએફસી જેવી બ્રાન્ડ્સ બાદ હવે વધુ એક ઇન્ટરનેશનલ ફૂડ ચેઈન ભારતમાં પોતાનું નસીબ અજમાવશે.
આ. યુકેની ફેમસ 'જર્મન ડોનર કબાબ' (જીડીકે) ભારતમાં આવી રહી છે. આવતા વર્ષે પહેલી રેસ્ટોરન્ટ ખૂલશે. ખાણીપીણીના શોખીનો માટે જલસા

(5:27 PM IST)