હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 30th November 2025
તમિલનાડુના શિવગંગામાં બે સરકારી બસો વચ્ચે ભયંકર અકસ્માત : 7 લોકોના મોત: 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત
એક બસ કરાઈકુડી જ્યારે બીજી મદુરૈ જતી હતી, ત્યારે તિરુપથુર નજીક રોડ પર બંને બસો ટકરાઈ:ટક્કર બાદ અનેક મુસાફરો ફસાઈ ગયા

તમિલનાડુના શિવગંગા જિલ્લાના થિરૂપથુર નજીક રવિવારે બે સરકારી બસો વચ્ચે ટક્કર થઈ ગઈ, જેમાં 7 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં અંદાજિત 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું કે, એક બસ કરાઈકુડી જઈ રહી હતી. જ્યારે બીજી મદુરૈ જઈ રહી હતી, ત્યારે તિરુપથુર નજીક રોડ પર બંને બસો ટકરાઈ ગઈ. ટક્કર બાદ અનેક મુસાફરો ફસાઈ ગયા, પરંતુ સ્થાનિકો અને ઈમરજન્સી ટીમોએ તેમને બહાર કાઢ્યા. ઈજાગ્રસ્તોને શિવગંગા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
