<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

છેલ્‍લાં ૧૦ વર્ષથી ભારતનાં ટોચનાં ૧૧ શહેરોની હવા ખરાબ

ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં એર પોલ્‍યુશન કેવું છે એના રિપોર્ટમાં દિલ્‍હી સૌથી વધુ પ્રદૂષિતઃ મુંબઈ અને અમદાવાદનો પણ સમાવેશ

નવી દિલ્‍હી તા.૧: ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં એર પોલ્‍યુશનની સ્‍થિતિ કેટલી ખરાબ છે એ દર્શાવતો એક રિપોર્ટ તાજેતરમાં બહાર પડ્‍યો છે. આ રિપોર્ટ પ્રમાણે પાછલાં ૧૦ વર્ષમાં દેશનાં ટોચનાં શહેરોમાંથી એક પણ શહેરમાં ૨૦૧૫થી નવેમ્‍બર ૨૦૨૫ વચ્‍ચે એર ક્‍વોલિટી ઇન્‍ડેક્‍સ (AQI)નું લેવલ ‘સારી' કેટેગરીમાં નોંધાયું નથી.

આ રિપોર્ટમાં દેશનાં ૧૧ મુખ્‍ય શહેરોનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો છે. એમાં દિલ્‍હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું, જ્‍યાં ૨૦૧૬માં એવરેજ ૨૫૦થી વધુ હતો અને આ વર્ષે ૧૮૦ની આસપાસ છે. દિલ્‍હીમાં અનેક પ્રયાસો અને ખ્‍મ્‍ત્‍માં વધઘટ છતાં એક પણ વાર શહેરની હવા સારી કેટેગરીમાં પહોંચી શકી નહોતી.

લખનઉ, વારાણસી અને અમદાવાદ જેવાં શહેરોનો ેએવરેજ AQI પણ ઘણી વાર ૨૦૦થી ઉપર રહ્યો હતો. મુંબઈ, ચેન્નઈ, પુણે અને બેન્‍ગલોરમાં અન્‍ય શહેરોની સરખામણીમાં AQI લેવલ મીડિયમ નોંધાયું હતું, પણ આ શહેરોમાં પણ  AQIનું લેવલ સિક્‍યોર ક્‍વોલિટી સુધી નહોતું પહોંચી શક્‍યું.

દેશમાં સૌથી સારું કહેવાય એવું  AQIલેવલ ૬૫ અને ૯૦ની વચ્‍ચે બેન્‍ગલોરમાં નોંધાયું હતું. જોકે એ પણ સારી કેટેગરીનું તો નહોતું જ. આ સિવાય ચંડીગઢ, કલકત્તા અને વિશાખાપટ્ટનમની એર ક્‍વોલિટીનો પણ આ રિપોર્ટમાં અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો.

 

 

(9:48 AM IST)