<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જે પત્‍નીની હત્‍યાના આરોપમાં પતિ જેલમાં હતો તે તો પ્રેમી સાથે મજા માણતી મળી

મોતિહારી તા.૧: બિહારના મોતિહારીમાં એક એવો વિચિત્ર મામલો સામે આવ્‍યો છે કે નવાઈ લાગે. જે પતિ પત્‍નીની હત્‍યાના આરોપમાં જેલમાં બંધ છે તે પોતાના આશિક સાથે નોએડામાં મજા કરતી પકડાઈ હતી. વાત એમ હતી કે ચંપારણ જિલ્‍લામાં રહેતી ગુંજા નામની યુવતીનાં લગ્ન આ જ વર્ષે બીજી માર્ચે રંજનકુમાર નામના યુવક સાથે થયાં હતાં. પહેલાં તો પગફેરાની રસમના નામે ગુંજા બે વાર પિયર જતી રહી. જ્‍યારે બીજી વાર પહેલી જુલાઈએ રંજનકુમાર પત્‍નીને પોતાના ઘરે લઈ આવ્‍યો ત્‍યારે પતિને સૂતો મૂકીને ગુંજા ભાગી ગઈ. એ પછી રંજનકુમારે પત્‍ની ખોવાઈ હોવાનો રિપોર્ટ લખાવ્‍યો હતો. જોકે ગુંજાના પિતાએ જમાઈ પર જ આરોપ મૂક્‍યો કે તેણે જ દહેજના મામલે દીકરીને મારીને તેનું શબ કાં તો છુપાવી કે જલાવી દીધું છે. આરોપો સંગીન હતા અને ક્‍યાંય ગુંજાના સગડ મળી નહોતા રહ્યા એટલે પોલીસે રંજનકુમારની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. પાંચ મહિનાથી કેસ ચાલી રહ્યો હતો અને પતિ પોતાની નિર્દોષતા સાબિત કરવા કંઈ પણ કરવા તૈયાર હતો. પોલીસોએ રંજનકુમાર પર વિશ્વાસ મૂકીને ગુંજાની શોધ શરૂ કરી તો ખરેખર તેમને નોએડામાં ગુંજા તેના પ્રેમી સાથે રહેતી મળી આવી હતી. પોલીસે ગુંજાને પકડીને મોતિહારી કોર્ટમાં રજૂ કરી હતીે.

(9:54 AM IST)