News of Monday, 1st December 2025
સૌથી ખરાબ ફિલ્મો નેશનલ એવોર્ડથી પુરસ્કૃત થઈ રહી છેઃ અદૂર ગોપાલકૃષ્ણન

તિરુવનંતપુરમ તા.૧: દિગ્ગજ ફિલ્મમેકર અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અદૂર ગોપાલકૃષ્ણને રવિવારે નેશનલ ફિલ્મ એવોર્ડની ટીકા કરીને આક્ષેપ લગાવ્યો છે કે કેટલાક સમયથી નબળી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળી રહ્યા છે, તેની તપાસ થવી જોઈએ. જો જ્યૂરીની ગુણવત્તા ખરાબ હશે, તો એવોર્ડ માટે ખરાબ ફિલ્મો પસંદ કરશે. જો આવી પરિસ્થિતિ રહી, તો ફિલ્મો માટે નેશનલ એવોર્ડ આપવાની પ્રણાલી સંપૂર્ણ બંધ કરવી ઉચિત રહેશે.
ઘણાં સમયથી સૌથી ખરાબ ફિલ્મોને નેશનલ એવોર્ડ મળી રહ્યા છે.નેશનલ એવોર્ડનો હેતુ સારી ફિલ્મોની ઓળખ કરીને તેને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ હવે તેનાથી ઉલટું થઈ રહ્યું છે. જ્યૂરીની અક્ષમતા જ ખરાબ ફિલ્મોની પસંદગી(એવોર્ડ માટે)નું એક મુખ્ય કારણ હતું. એક કાબેલ જ્યુરી એ સુનિヘતિ કરશે કે સારી ફિલ્મને સન્માન મળે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
