<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ફોનમાંથી સિમ કાર્ડ નીકાળતા જ બંધ થઈ જશે વોટસએપ

સાયબર ફ્રોડ રોકવા નવા નિયમ

નવી દિલ્‍હી તા.૧: દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડને રોકવા કેન્‍દ્ર સરકારે હવે કમર કસી છે. જેમાં હવે ટેલીકોમ્‍યુનિકેશન વિભાગે વોટ્‍સએપ, ટેલીગ્રામ સહિતની તમામ મેસેજિગ એપના ઓપરેશનલ નિયમો ફેરફાર ર્ક્‍યા છે. જેમાં ફોનમાંથી સિમ કાર્ડ નીકાળતા જ એપ બંધ થઈ જશે. કેન્‍દ્ર સરકારના નવા સાયબર સુરક્ષા નિયમો અનુસાર ફોનમાં સક્રિય સિમ કાર્ડ નહી હોય ત્‍યાં સુધી કોઈપણ મેસેજિગ એપ હવે કામ નહીં કરે. આનો અર્થ એ છે કે જો કોઈ યુઝર્સ સિમ કાઢી નાખે છે તો એપ તરત જ કામ કરવાનું બંધ કરી દેશે.

દેશમાં હાલમાં વોટસએપ, ટેલીગ્રામ અને અન્‍ય મેસેજિગ એપ છે.જેનો સાયબર ફ્રોડ કરનારા લોકો ઉપયોગ કરતા હોય છે. તેમજ સરકારના મતે સાયબર અપરાધીઓ ઘણીવાર મૂળ સિમ કાર્ડ કાઢી નાખે છે અને ઇન્‍ટરનેટ અથવા વાય ફાઈ દ્વારા નકલી નંબરો વીપીએન અને નકલી એકાઉન્‍ટ્‍સનો ઉપયોગ કરીને સાયબર છેતરપિડી કરે છે. જેને રોકવા માટે નવો નિયમ બનાવવામાં આવ્‍યો છે.

ટેલીકોમ્‍યુનિકેશન વિભાગની નવી માર્ગદર્શિકા મોટાભાગની મેસેજિગ એપ્‍સ પર લાગુ પડે છે.જેમાં વોટ્‍સએપ, ટેલીગ્રામ, સ્‍નેપચેટ, શેરચેટ, જીચેટ, જોશ અને એકાઉન્‍ટ્‍સ ઍક્‍સેસ કરવા માટે મોબાઇલ નંબરનો ઉપયોગ કરતી કોઈપણ અન્‍ય એપ્‍સનો સમાવેશ થાય છે.

ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે ટેલિકોમ્‍યુનિકેશન સાયબર સુરક્ષા સુધારા નિયમો ૨૦૨૫ હેઠળ આ ફેરફાર ફરજિયાત કર્યો છે. કંપનીઓએ ખાતરી કરવી પડશે કે યુઝર્સ એકાઉન્‍ટ ફક્‍ત ત્‍યારે જ સક્રિય હોય જ્‍યારે સિમ સક્રિય હોય અને મોબાઇલ ડિવાઈસમાં હોય. સિમ કાર્ડ વિના ચાલતી કોઈપણ એપ્‍લિકેશન આપમેળે લોગ આઉટ થઈ જશે.

આ નિયમ ફક્‍ત મોબાઇલ એપ પર  નહીં પણ વોટ્‍સએપ વેબ પર પણ લાગુ પડે છે. હવે, વોટ્‍સએપ વેબ દર છ કલાકે આપમેળે લોગ આઉટ થશે. જેમાં યુઝર્સ તેમના મોબાઇલ ફોનમાંથી મ્‍ય્‍ કોડ સ્‍કેન કરીને ફરીથી લોગ ઇન કરવાની જરૂર પડશે. સરકારે મેસેજિગ એપ કંપનીઓને ૯૦ દિવસની અંદર નવી સિસ્‍ટમ લાગુ કરવાનો આદેશ આપ્‍યો છે.

અત્‍યાર સુધી, મેસેજિગ એપ ઇન્‍સ્‍ટોલ કરતી વખતે મોબાઇલ નંબરનું OTP વેરિફિકેશન ફક્‍ત એક જ વાર જરૂરી હતું. ત્‍યારબાદ, મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્‍યા પછી પણ એપ ચાલુ રહી હતી. જે સાયબર અપરાધીઓ માટે ફાયદારૂપ હતું.

 

(9:57 AM IST)