<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

માલગાડી નીચે પ્રેમી પંખીડા મીઠી મીઠી વાતો કરતા હતાઃ અચાનક ગાડી ઉપડીઃ માંડ માંડ બચ્‍યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક-યુવતી રેલવે ટ્રેક પર બેઠા હતા

નવી દિલ્‍હી,તા.૦૧: કહેવાય છે કે ઈશ્‍ક હે તો રિસ્‍ક હે. આવો જ એક કિસ્‍સો સોશિયલ મીડિયા પર જોવા મળ્‍યો છે. જ્‍યારે એક કપલ રોમાન્‍સના ચક્કરમાં માંડ માંડ બચ્‍યું. હકીકતમાં રેલવે ટ્રેક પર ફોડો વીડિયો બનાવવા અને પ્રેમ વ્‍યક્‍ત કરવાનો શોખ ઘણી વાર લોકોને ભારે પડ્‍યો છે. આવો જ એક ખતરનાક સ્‍ટંટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્‍યાં એક પ્રેમી કપલ માલગાડી નીચે બેસીને પ્રેમ કરતા દેખાઈ રહ્યા હતા. બંને હાથમાં હાથ નાખીને પ્રેમમાં મશગૂલ હતા. ત્‍યારે અચાનક ઊભેલી માલગાડી ચાલવા લાગી અને બંનેના શ્વાસ અટકી ગયા. તેનો કોઈએ પાછળથી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક-યુવતી રેલવે ટ્રેક પર બેઠા હતા. ઉપરથી માલગાડીના ડબ્‍બા ઊભા હતા. બંને પાટાની વચ્‍ચે બેસીને પ્રેમથી મીઠી મીઠી વાતો કરી રહ્યા હતા. આ દરમ્‍યાન આજુબાજુના અમુક દોસ્‍તો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા, પણ એ જ સમયે અચાનક માલગાડીની સિટી વાગે છે અને ટ્રેન આગળ વધવા લાગે છે. નજારો જોઈ ત્‍યાં હાજર લોકો પણ ગભરાઈ ગયા. ચીસો પાડી યુવક યુવતીને ઊભા થવા માટે કહે છે. યુવક-યુવતી જેમ તેમ કરી પાટા પર બહાર નીકળે છે. તેમનો જીવ બચી જાય છે. ટ્રેન આગળ વધે છે ત્‍યારે બધાએ રાહતનો શ્વાસ લીધો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જેવો વાયરલ થયો, કેટલાય લોકો કોમેન્‍ટ કરવા લાગ્‍યા. એક યુઝરે લખ્‍યું કે એવું પણ બની શકે છે શું? બીજાએ તેને એઆઈ વીડિયો ગણાવ્‍યો. નિષ્‍ણાંતોનું માનવું છે કે આવા સ્‍ટંટ કરવા જીવલેણ બની શકે છે. સાથે સાથે ગુનો પણ. રેલવે સંપત્તિની આજુબાજુમાં આવા જોખમભર્યા વીડિયો બનાવવા કાયદાનું ઉલ્‍લંઘન છે. પકડાઈ જવા પર દંડ અને જેલની સજા પણ થઈ શકે છે.

(1:49 PM IST)