<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

૨૦૦૧માં નરેન્‍દ્રભાઇ ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યાર થી પુતિન સાથે છે મિત્રતા

રશિયાના રાષ્ટ્રપતિ વાલાદિમીર પુતિન ભારતની મુલાકાતેઃ ૨૩મી ભારત.. રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આપશે હાજરી આવકારવા તડામાર તૈયારીઓ : યુક્રેન યુદ્ધ બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત, રચાશે ભારત અને રશિયાનો નવો અઘ્‍યાય, બંને દેશો વચ્‍ચે ડોલરમાં નહી પરંતુ રૂપિયા અને રૂબલમાં કરાશે વેપારઃ રક્ષણ સહયોગ, પરમાણુ અને ઉર્જા, વાણિજય અને ટેક્રોલોજી, જીયો પોલિટિકલ સહકાર જેવી અનેક બાબતોમાં બંને દેશોને થશે ફાયદો, વિવિધ ક્ષેત્રે થશે અનેક કરારો : વૈશ્વીક રાજનીતિમાં ભારતનો વધશે પ્રભાવઃ યુએન, બ્રિક્‍સ, અને એસસીઓ જેવા મંચો ઉપર ભારત બનશે મજબૂતઃ અમેરિકા, ચાઇના અને પાકિસ્‍તાન જેવા દેશોના વધશે બ્‍લડ પ્રેશર,આંખમાં આંખ નાખીને વાત કરવાનો છે મોદી મંત્ર : પુતિનની આ છે ભારતની નવમી મુલાકાતઃ વડાપ્રધાન વાજપેયીજીની સરકારમાં ૨ વખત, વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં ૩ વખત અને હવે નરેન્‍દ્ર મોદીની સરકારમાં આ ચોથી મુલાકાત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ રશિયાના રાષ્ટ્રપતિ વાલાદિમીર પુતિન ૨૩માં ભારત..રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે  આગામી  ૪ ડિસેમ્‍બરના રોજ ભારત ની મુલાકાતે આવી રહ્યા છે, તા.૪ અને ૫ એમ બે દિવસ ભારતમાં આ સંમેલનમા હાજરી આપશે, તેમજ આ મુલાકાત વેળા એ રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વચ્‍ચે દ્વિપક્ષીય વાટાઘાટોનુ પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

પુતિનના નામ ઉપર ઇન્‍ટરનેશનલ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્‍યુ કર્યું છે, બને ત્‍યાં સુધી તેવો છેલ્‍લા ઘણા સમય થી વિદેશ પ્રવાસ ટાળે છે પરંતુ હાલની વિષમ પરિસ્‍થિતિમાં પણ તેવો ભારતની મુલાકાતે આવી રહ્યા છે એટલુંજ નહીં રાતવાસો પણ કરશે જે ભારત માટે ગર્વની વાત ગણાય, વર્ષો થી અમેરિકાનો પ્રયાસ રહીયો છે કે ભારતને રશિયા થી દૂર રાખે પરંતુ ટ્રમ્‍પના ટેરિફ વોરને પગલે બંને દેશો સતત વધુ નજીક આવી રહ્યા છે.

આમ તો પુતિન છેલ્‍લા ૨૫ વર્ષ માં આશરે ૮ વખત ભારત ની મુલાકાત કરી ચૂક્‍યા છે, પરંતુ એમની અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી વચ્‍ચે ગાઢ દોસ્‍તી છે, બંને વચ્‍ચેના સારા સંબંધોની સાબિતી અમેરિકાને પણ મળી ચૂકી છે, અમેરિકા અને નાટોના દબાણ વચ્‍ચે પણ બંને દેશો વચ્‍ચેની મિત્રતામાં ઓટ આવી નથી, ત્રણેક વર્ષ થી રશિયા અને યુક્રેન વચ્‍ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે બંને માંથી એકપણ ઝૂકવા તૈયાર નથી તેવા સંજોગોમાં પણ નરેન્‍દ્રભાઈના બંને દેશો સાથે એટલે કે રશિયા અને યુક્રેન સાથે એટલા જ સારા સંબંધો છે આ બતાવે છે નરેન્‍દ્રભાઈની કૂટનીતિક વિદેશ નીતિ.....

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આમ તો અગાઉ વાજપેયીજીની સરકારમાં ૨ વખત તથા મનમોહન સિંહની સરકારમાં ૩ વખત  અને નરેન્‍દ્ર ભાઈ વડાપ્રધાન બન્‍યા બાદ પણ અત્‍યાર સુધીમાં કુલ ૩ મુલાકાત લઈ ચૂક્‍યા છે અને આ એમની મોદી સરકારમાં ચોથી મુલાકાત થઈ રહી છે, એટલે કુલ નવમી મુલાકાત મનાઈ રહી છે.પુતિન છેલ્‍લે ડિસેમ્‍બર ૨૦૨૧માં શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્‍યા હતા.

ભારત અને રશિયાના સંબધો આમ તો ૧૯૫૦ થી મનાય છે જ્‍યારે રશિયા ( ત્‍યારે સોવિયત યુનિયન) અને ભારત પણ આઝાદ થયું હતું ત્‍યાર થી બંને દેશો વચ્‍ચે ધીરે ધીરે રાજકીય અને કૂટનીતિક શરૂઆત થઇ હતી, સોવિયત યુનિયને ૧૯૬૦ થી ૭૦ ના સમય માં ભારતને હથિયારો વાયુપ્રણાલી ઓ, અને ભૈતિક સામગ્રી સહાય પૂરી પાડવાનુ શરૂ કર્યું ખાસ કરીને ૧૯૬૨માં ભારત અને ચીન ના યુદ્ધ પછી આપણો એમની સાથે રક્ષા સહયોગ વધુ મજબૂત બન્‍યો, ત્‍યાર પછીનો દસકો બંને દેશોના સંબંધને વધુ મજબૂત બનાવ્‍યા અને ભારતે કોલ્‍ડવર વચ્‍ચે સંતુલન જાળવ્‍યું.

૧૯૯૧ પછી સોવિયેત યુનિયનનું વિખંડન થયું અને નવા રશિયા ફેડરેશનનો જન્‍મ થયો ત્‍યારે પણ ભારત સાથેના સંબધો જાળવવાનો બંને દેશો તરફ થી પ્રયાસો થયા, લશ્‍કરમાં હથિયારોના સોદા ઓ પણ થયા અને વર્ષ ૨૦૦૦ થી તો બંને દેશો વચ્‍ચે દર વષે સમિટ કરવાનું નક્કી થયું જેમાં બંને દેશોના નેતાઓ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીઓ અને અન્‍ય વિશેષ મંત્રીઓ મળીને રક્ષા, ઉર્જા, વ્‍યાપાર, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, રાજકીય કૂટનીતિ, ટેક્રોલોજી, અને સાંસ્‍કૃતિક સહકાર જેવા વિષયો પર સુધારા અને સહયોગ દ્વારા બંને દેશો વચ્‍ચે સંબધો મજબૂત બનાવે છે, અને ત્‍યાર થી બંને દેશોની ઉતરોતર પ્રગતિ જોવા મળી રહી છે, આજે ભારત રશિયા માટે માત્ર એક બજાર કે વિતરણ કેન્‍દ્ર નથી પરંતુ વૈશ્વિક રાજનીતિમાં સમતુલ્‍ય સહયોગી છે, રક્ષા સુવિધા માટે હંમેશા લ્‍વિશ્વાસનીય ભાગીદાર રહ્યું છે, વૈશ્વિક ઉર્જા, અને વ્‍યાપાર માટે કી હબ બન્‍યું છે, અન્‍ય દેશોના દબાણ સામે એક સરળ વિકલ્‍પ બન્‍યું છે.

આવો આપણે પુતિનની અત્‍યાર સુધીની ભારતની મુલાકાત અંગે જાણીએ,

વ્‍લાદિમીર પુતિનની ભારતની મુલાકાતો વિશે નજીક થી જોઈએ તો,

૩૫ ઓક્‍ટોબર ૨૦૦૦: પુતિનનો પ્રથમ ભારત પ્રવાસ (પ્રેસિડેન્‍ટ તરીકે)  આ મુલાકાત થી ભારત-રશિયા વચ્‍ચે એસ્‍ટ્રેટેજિક ભાગીદારી ના પાયાં મજબૂત કરવાના પ્રયત્‍ન શરૂ થયા., અને ઉદ્દેશ્‍ય માં રક્ષણ, ઊર્જા અને વૈજ્ઞાનિક સહકારને નવા ફોર્મેટમાં બાંધવું તેમજ બંને પક્ષોએ સંબંધો જાળવવા અને તેને વિસ્‍તૃત કરવા પર ભાર મૂક્‍યો. ત્‍યાર બાદ બીજી મુલાકાત

૩૫ ડિસેમ્‍બર ૨૦૦૨  સ્‍ટેટ વિઝિટઃ રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ Delhi Declaration on Further Consolidation of Strategic Partnership પર હસ્‍તાક્ષર કર્યા, અને જેમાં રક્ષણ, ઊર્જા (પરમાણુ સહકાર), તકનીકી અને વૈજ્ઞાનિક સહયોગ, અને વ્‍યાપાર/વાણિજ્‍ય વધારવા અંગે રુચિ. આ ડેક્‍લેરેશને ભાગીદારીને વધુ માળખાકીય બનાવવાની રૂપરેખા જેવા મૂખ્‍ય મુદ્દા ઓ રહ્યા, ત્‍યાર બાદ ત્રીજી મુલાકાત,

૨૫ ડિસેમ્‍બર ૨૦૦૪  દ્વિ-પક્ષીય મુલાકાતઃ રાષ્ટ્રપતિપુતિનનીઆ ત્રણ-દિવસીય મુલાકાતમાં નવા દસ્‍તાવેજો અને એમ ઓ યુ ઉપર પર સહી થઈ હતી અને ટેકનોલોજી અને વ્‍યાપાર  પુનઃ રોજગાર પર ભાર મૂક્‍યો હતો અને જેમાં મુખ્‍ય ઉદ્દેશ્‍ય રહ્યો હતો વેપાર પ્રોત્‍સાહન, કૌશલ્‍ય અને ઔદ્યોગિક સહયોગ આર્મામેન્‍ટ અને વૈજ્ઞાનિક સંલગ્નતા પર ચર્ચા. ત્‍યાર બાદ ચોથી મુલાકાત,

૨૫૨૬ જાન્‍યુઆરી ૨૦૦૭ મૂખ્‍ય મહેમાન તરીકે પ્રતિષ્ઠાપૂર્ણ મુલાકાતઃ પુતિન આ મુલાકાતમાં ભારતની રિપબ્‍લિક-ડે કાર્યક્રમોના મુખ્‍ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને સમિટમાં પણ જોડાયા હતા અને જેમાં રક્ષા સહયોગ અને લાંબા ગાળાના વ્‍યૂહાત્‍મક મુદ્દાઓ પર નવી જોડી નાખવા પર ભાર રહ્યો. ત્‍યાર બાદ પાંચમી મુલાકાત,

૨૪ ડિસેમ્‍બર ૨૦૧૨ ૧૩મી રશિયા એન્‍યુએલ સમિટ  (નવી સુવિધા સહમતિઓ) પુતિનની આ મુલાકાત માં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી સાથેપ્રેસ પત્ર પ્રેસપત્ર અને કેટલાક સહમતિ સધાઇ હતી જેમાં મુખ્‍ય મુદ્દાઃ ઊર્જા (ન્‍યુક્‍લિયર પ્રોજેક્‍ટ), વિજ્ઞાન-ટેક, સોશિયલ-હ્યુમેનિટેરી સહકાર અને વેપાર વધારવાનો એજન્‍ડા રહીયો હતો, ત્‍યાર બાદ છઠ્ઠી મુલાકાત,

૧૦૧૧ ડિસેમ્‍બર ૨૦૧૪  ૧૫ મી એન્‍યુએલ સમિટઃ પુતિનની આ સતાવાર મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સાથે આગળની દાયકાની હાઈ-લેવલ વિઝન પર સહમતિ વ્‍યક્‍ત કરી. અનેજેમાંમુખ્‍ય નિષ્‍કર્ષો રહ્યા હતા રક્ષા, ઊર્જા, ટ્રાન્‍સપોર્ટ/ટેક અને વ્‍યાપારની નવી દિશાઓ., ત્‍યાર બાદ સાતમી મુલાકાત,

૪૫ ઓક્‍ટોબર ૨૦૧૮  ૧૯ મી એન્‍યુએલ સમિટ જે નવી દિલ્‍હી ખાતે થઈ હતીઃ પુતિન અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર  મોદી સાથે બેઠકમાં  મહત્‍વપૂર્ણ મુદ્દા S-400 એર ડિફેન્‍સ સિસ્‍ટમ પર કેટલીક ચર્ચા ઓ અને સમજૂતી થઈ હતી તેમજ રક્ષણ અને ઊર્જા ક્ષેત્રે આગળ વધવા અંગે પણ નિર્ણયો લેવાયા હતા, એના પછી આઠમી મુલાકાત, ૬ ડિસેમ્‍બર ૨૦૨૧  ૨૧મી ભારત રશિયા એન્‍યુએલ સમિટ જે નવી દિલ્‍હી ખાતે થઈ હતી

પુતિનનો કામકાજ મુલાકાત : જેમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ પુતિને વ્‍યાપક આવેદન કર્યો.

મુખ્‍ય મુદ્દા અને પરિણામોઃ S-400 ડિલિવરી મુદ્દા, ઊર્જા અને વ્‍યાપાર સંબંધિત પ્રગતિ, અને વૈશ્વિક નીતિ પર પરસ્‍પર સંમતીઓનું પુનઃ પુષ્ટિકરણ થયું હતું અને હવે આવીતકાલની આ મુલાકાત ભારતની નવમી મુલાકાત બની રહી છે ( મળતી માહિતી અનુસાર)

૪૫ ડિસેમ્‍બર ૨૦૨૫ : આ મુલાકાત ખૂબ જ અગત્‍યની ગણાય રહી છે, એટલું જ નહિ વિશ્વના અનેક દેશોની નજર આ મીટીંગ ઉપર છે કેમકે એક તો આ વર્ષ ૨૦૨૨ની યુક્રેન સાથેના યુદ્ધ પછીની પુતિનની આ પહેલી ભારત મુલાકાત ગણાશે, બીજું અમેરિકા સાથે ભારતના બગડેલા સંબંધો વેળાએ અનેક સંકેતો આપશે.

આ મીટીંગ ભારત માટે ખૂબ જ મહત્‍વની ગણાય છે કેમકે આ વાટાઘાટો કે નિર્ણય થી ભારતનુ રક્ષા ક્ષેત્રે મોટું મજબુતીકરણ થશે, એસ ૪૦૦ એર ડિફેન્‍સ જેવા અગત્‍યના સોદાઓની આગળની ડિલિવરીના નિર્ણયો, તેમજ પહેલે થી જ સેવામાં રહેલ સિસ્‍ટમો માટે જમીન થી હવામાં પ્રહાર કરતી મિસાઈલ પણ મોટી માત્રામાં ભારત લેવા માંગતું હોવાની માહિતી મળી રહી છે તેમજ નૌ સેના અને એર ફોર્સ માટે બ્રહ્મોસ મિસાઇલ પ્રોજેક્‍ટનું વિસ્‍તરણ, ડિફેન્‍સ ના સાધનો ને રશિયા ના સહકાર થી ભારતમાં બનાવવા, જેથી અન્‍ય દેશો ઉપર ભારતે ઓછો આધાર રાખવો પડશે.

આ ઉપરાંત રશિયા થી સસ્‍તુ ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે આગળનો પ્‍લાન, પરમાણુ ઉર્જા પ્‍લાન્‍ટના વધુ યુનિટ, તેમજ એલ એન જી અને તેની પાઈપ લઈને પ્રોજેક્‍ટને વેગ આપવો આવા મુદ્દાઓને પગલે ભારતની ઉર્જા સુરક્ષાને ફાયદો થશે, એટલુંજ નહીં બંને દેશો વચ્‍ચે વેપાર ડોલરમાં નહી વેપાર રૂપિયા અને રૂબલમાં કરાશે આ વૈકલ્‍પિક નાણાકીય માર્ગને પગલે વિશ્વ બજાર માં આર્થિક દબાણ ઓછું થશે, આઇટી, ફાર્મા, અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ક્ષેત્રે અનેક નવા સોદાઓ થશે, તેમજ વૈશ્વીક રાજનીતિ માં પણ ભારતનો પ્રભાવ વધશે, યુએન, બ્રિક્‍સ, એસસીઓ જેવા મંચો ઉપર ભારતની તાકાત વધશે, યુક્રેન યુદ્ધ અને પヘમિ દેશો સાથે આપણા બગડેલા સંબંધો વચ્‍ચે આ મીટીંગ ભારત અને રશિયા વચ્‍ચેના સ્‍થિર સબંધોની સાબિતી પૂરી પાડશે, ઓઇલ અને ગેસ ક્ષેત્રે ભારત વધુ શક્‍તિશાળી બનશે તેમજરશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલતા યુદ્ધ માટે ભારત ફરી એકવાર શાંતિ માટે ભાર આપશે અને ભારત સરકારનો ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીનો સ્‍પષ્ટ સંદેશ વિશ્વને જશે કે ભારત... અમે અમારી વિદેશ નીતિ અમારા હિત મુજબ જ નક્કી કરીએ છીએ.... એટલું જ નહીં નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન બન્‍યા ત્‍યાર થી વારંવાર કહે છે કે અમો ના તો નજર નીચી રાખીને વાત કરીશું કે ના તો નજર ઉંચી રાખીને વાત કરીશું અમો આંખમાં આંખ નાખીને વાત કરીશું.... નરેન્‍દ્ર મોદી ની વિદેશ રાજકીય કૂટનીતિનો પરચો પુતિનની આ મુલાકાત થી જ વિશ્વ મળી રહીયો છે, હવે જોવાનું એ રહે છે કે પુતિન સાથેની મુલાકાત પછી ટ્રમ્‍પ કુણા પડે છે કે વધુ આકરા થશે એ તો આવનારો સમય માં જ ખબર પડશે, પરંતુ ટ્રમ્‍પ પણ જાણી ચુક્‍યા છે મોદી મંત્ર અમોને છંછેડશો નહીં અને જો છંછેડશો તો છોડશું નહી...

(10:39 AM IST)