News of Monday, 1st December 2025
સંસદનું સત્ર ચૂંટણી માટેનું 'વૉર્મ-અપ' ન હોવું જોઈએ: વિપક્ષ પર વરસી પડ્યા પીએમ મોદી: વિપક્ષને હારની હતાશામાંથી બહાર આવીને સકારાત્મકતા લાવવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા અપીલ કરી: સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાત કરી
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશનો પ્રહાર: "વડાપ્રધાન સંસદમાં આવતા નથી અને તેના મહત્વને ઓછું આંકી રહ્યા છે: વિપક્ષ સાથે સંવાદ ન કરવા બદલ પણ ટીકા કરી

નવીદિલ્હી: સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી સંસદનો ઉપયોગ કાં તો ચૂંટણી માટેના 'વૉર્મ-અપ એરેના' તરીકે થઈ રહ્યો છે અથવા હાર પછીની હતાશાને બહાર કાઢવાના સ્થળ તરીકે થઈ રહ્યો છે.
તેમણે વિપક્ષને હારની નિરાશામાંથી બહાર આવીને સકારાત્મક રાજકારણ લાવવાની અને મજબૂત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સંસદમાં 'ડ્રામા' નહીં પણ 'ડિલિવરી' પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને 'નારે' નહીં પણ 'નીતિ' (પોલિસી) પર ધ્યાન આપવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે શિયાળુ સત્ર દેશ માટે રચનાત્મક ચર્ચાનું મંચ બનશે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશનો પીએમ મોદી પર પ્રહાર: "વડાપ્રધાન સંસદમાં આવતા નથી અને તેના મહત્વને ઓછું આંકી રહ્યા છે"
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સંસદના શિયાળુ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરી અને વિપક્ષ સાથે સંવાદ ન કરવા બદલ ટીકા કરી.
કોંગ્રેસના મહાસચિવ અને પ્રવક્તા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ક્યારેય સંસદમાં નિયમિતપણે આવતા નથી અને તેઓ સતત સંસદના મહત્વને ઓછું આંકતા રહે છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો કે પીએમ મોદી ક્યારેય વિપક્ષ સાથે સંવાદ કરતા નથી. કોંગ્રેસે સંસદના શિયાળુ સત્રમાં હવા પ્રદૂષણ અને મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઈઆર) જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે. રમેશે સંસદમાં પીએમ મોદીના નિવેદનને "પાખંડ" ગણાવ્યું અને કહ્યું કે વિપક્ષ અવારનવાર વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરે છે, પરંતુ સરકાર સંસદને અવગણી રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
