<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સંસદમાં કુતરૂ લઈને પહોંચ્‍યા કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી

પાલતુ કુતરો લઈને પહોંચતા વિવાદઃ ભાજપ વિશેષાધિકારના દુરૂપયોગ બદલ કાર્યવાહીની કરી માંગ : આ કુતરો કરડતો નથીઃ સંસદમાં બીજા ઘણા કરડનારાઓ છેઃ સાંસદનો કટાક્ષ

નવી દિલ્‍હી, તા.૧: સંસદના શિયાળુ સત્રના પ્રારંભે વિપક્ષના હોબાળા અને ગળહની કાર્યવાહી સ્‍થગિત થવા વચ્‍ચે એક અસામાન્‍ય દ્રશ્‍ય જોવા મળ્‍યું. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રેણુકા ચૌધરી તેમના પાલતુ શ્વાનને પોતાની કારમાં સંસદ પરિસરમાં લઈને આવ્‍યા હતા, જેના કારણે ઉચ્‍ચ સુરક્ષાવાળા આ વિસ્‍તારમાં રાજકીય ગરમાવો આવી ગયો. જ્‍યારે મીડિયાએ આ અંગે સવાલ કર્યો, ત્‍યારે ચૌધરીએ પોતાના શ્વાનનો બચાવ કરતા કહ્યું કે આ મૂંગું પ્રાણી કોઈને ખતરો નથી. જોકે, તેમણે આ મુદ્દાને રાજકીય વળાંક આપતા કટાક્ષ કર્યો કે, તે કોઈને કરડતું નથી. સંસદની અંદર બીજા લોકો પણ છે જે કરડે છે, આ નિવેદન દ્વારા તેમણે ભાજપના નેતાઓ પર આડકતરો પ્રહાર કર્યો હતો.

રેણુકા ચૌધરીના આ પગલાને ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધું છે અને તેને સાંસદોને મળેલા વિશેષાધિકારોનો સરેઆમ દુરુપયોગ ગણાવ્‍યો છે. ભાજપના સાંસદ જગદંબિકા પાલે આ કળત્‍યની સખત નિંદા કરી હતી અને સંસદના નિયમોના ઉલ્લંઘન બદલ ચૌધરી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પાલે ભારપૂર્વક જણાવ્‍યું કે સંસદ રાષ્‍ટ્રીય નીતિઓ અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું પવિત્ર સ્‍થળ છે અને ત્‍યાં પાલતુ પ્રાણીઓને લાવવા એ આ ગળહની ગરિમાની વિરુદ્ધ છે. તેમણે આ ઘટનાને દેશને શરમજનક બનાવનાર ગણાવીને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

સુરક્ષાની ચિંતાઓ અંગેના પ્રશ્‍નનો જવાબ આપતા રેણુકા ચૌધરીએ સરકારના વલણ પર વ્‍યંગ કરતા કહ્યું, સરકારને કદાચ અંદર રહેતા પ્રાણીઓ પસંદ નથી. સમસ્‍યા શું છે? તે આટલું નાનું પ્રાણી છે. જોકે, સંસદ પરિસરમાં અસામાન્‍ય વસ્‍તુઓના પ્રવેશ અંગે સુરક્ષા પ્રોટોકોલ ખૂબ જ કડક હોય છે. આ ઘટનાએ એવા પ્રશ્‍નો ઉભા કર્યા છે કે શું સાંસદોને વ્‍યક્‍તિગત સુવિધાઓ માટે સુરક્ષા નિયમોને અવગણવાની છૂટ છે, અને શું આ પગલું ખરેખર રાજકીય વિરોધ વ્‍યક્‍ત કરવાની એક અનોખી રીત હતી. ચૌધરીના વ્‍યંગાત્‍મક નિવેદને આ સમગ્ર મામલાને રાજકીય ચર્ચાનું કેન્‍દ્ર બનાવી દીધું છે, જ્‍યાં કરડવું શબ્‍દનો ઉપયોગ કૂતરાના કરડવા કરતાં રાજકીય પ્રહારો અને ટીકાઓ માટે વધુ થઈ રહ્યો છે. 

 

(3:47 PM IST)