<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

આતંકવાદીઓની ગતિવિધિઓને ડામવા એલઓસી નજીકના પૂંછ અને રાજૌરીમાં વીપીએન સેવાઓ પર ૨ મહિના માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ

જમ્મુ કાશ્મીર પ્રશાસને નિયંત્રણ રેખા (એલઓસી) ને અડીને આવેલા બે સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંછમાં અસામાજિક તત્વો દ્વારા ટેકનોલોજીના દુરુપયોગની આશંકાના પગલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) સેવાઓ પર બે મહિના માટે તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ એન્ક્રિપ્ટેડ ટ્રાફિકને કારણે ગુનેગારોની ઓળખ છુપાવવી મુશ્કેલ બનતી હતી.

 

પૂંછના જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક કુમાર શર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ વીપીએન સેવાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

 

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા વીપીએનનો અસામાન્ય અને વધુ પડતો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું. વીપીએન ટ્રાફિક એન્ક્રિપ્ટેડ હોવાથી આતંકવાદીઓ અને ઘૂસણખોરો તેનો ઉપયોગ પોતાની ઓળખ અને આઈપી એડ્રેસ છુપાવવા માટે કરતા હતા. 

 

આ નિર્ણય લેવા પાછળનું એક કારણ એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારોમાં આતંકવાદીઓની હિલચાલની ઘટનાઓ જોવા મળી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(9:38 AM IST)