<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઇએનના ફરી મોટા દરોડા: 'વ્હાઇટ કોલર આતંકવાદ' મોડ્યુલનો પર્દાફાશ

આતંકીઓ હમાસની શૈલીમાં ડ્રોન હુમલા અને નાના રોકેટ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ ૧૦ નવેમ્બરના દિલ્હી બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી ડૉ. આદિલ સહિત અન્ય લોકોના રહેઠાણો પર જમ્મુ-કાશ્મીરના ૧૦ જેટલા વિસ્તારોમાં ફરી દરોડા પાડ્યા છે. આ તપાસનું લક્ષ્ય શિક્ષિત અને વ્યવસાયિક લોકો (જેમ કે ડૉક્ટરો અને ઇજનેરો) દ્વારા ચાલતા 'વ્હાઇટ કોલર ટેરરિઝમ' મોડ્યુલને ખતમ કરવાનું છે.

 

એનઆઈએની ટીમે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને શોપિયાં, પુલવામા, ચાંદગામ, કુલગામ અને કાઝીગુંડ સહિત ૧૦ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીના સૂત્રોના મતે, આ મોડ્યુલમાં ડૉક્ટર આદિલ, ડૉક્ટર મુઝફ્ફર, ડૉક્ટર જસિફ અને મોલવી ઇરફાન જેવા લોકો સામેલ છે, જેમાંથી ઘણા મેડિકલ અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. 

 

તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ હમાસની શૈલીમાં ડ્રોન હુમલા અને નાના રોકેટ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આરોપી વની આ મોડ્યુલનો ટેકનિકલ બેકબોન હતો, જે ડ્રોનમાં ફેરફાર કરતો હતો અને વિસ્ફોટક પેલોડ તૈયાર કરતો હતો. લાલ કિલ્લા વિસ્ફોટમાં વપરાયેલી આઈ-૨૦ કાર પણ ડૉક્ટર આમિર રાશિદ અલીના નામે નોંધાયેલી હતી. એનઆઈએને શંકા છે કે આ મોડ્યુલ દિલ્હી સહિત અન્ય મોટા શહેરોમાં પણ એકસાથે હુમલા કરવાની ફિરાકમાં હતું.

(9:39 AM IST)