<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

કાશ્મીરમાં ટુરિઝમના ફરી ધમધમાટ અને ઘૂસણખોરીના માર્ગો બંધ થવા માટે લોકો, સરકાર અને સેના સ્નોફોલની કાગડોળે રાહ જોઈ રહ્યા છે

જમ્મુ કાશ્મીરમાં સામાન્ય લોકોથી લઈને રાજ્ય સરકાર અને સુરક્ષા દળો પણ શિયાળુ બરફવર્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બરફ પર ટુરિઝમ આધારિત હોટેલ વ્યવસાય ટકેલો છે, જ્યારે સુરક્ષા દળો ઘૂસણખોરીના જોખમને ૯૦ ટકા ઘટાડવા માટે બરફવર્ષાની રાહ જોઈ રહ્યા છે.

 

૨૨ એપ્રિલના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાએ કાશ્મીરના પ્રવાસનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારથી પ્રવાસીઓના પગલાં અટકી ગયા છે, અને હોટેલ સંચાલકોને બરફની આતુરતા છે, જેનાથી ગુલમર્ગ અને પહેલગામમાં ટુરિઝમ પાછું શરૂ થઈ શકે. 

 

આ ઉપરાંત, સુરક્ષા એજન્સીઓ પણ બરફની રાહ જોઈ રહી છે, કારણ કે ભારે બરફવર્ષા પાકિસ્તાન તરફથી થતા ઘૂસણખોરીના પરંપરાગત પહાડી માર્ગોને લગભગ ૯૦ ટકા સુધી અવરોધે છે, જેનાથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો અટકી જાય છે. સેના અને બીએસએફના અધિકારીઓ પણ આ ઘૂસણખોરીને લઈને ચિંતિત છે. આ હુમલાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના સપનાને પણ અસર થઈ છે, કારણ કે કેન્દ્ર દ્વારા હિંસા ન અટકે ત્યાં સુધી રાજ્યનો દરજ્જો ન આપવાની વાત કહેવામાં આવી છે.

(9:40 AM IST)