તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 2nd December 2025
કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે દેશભરના 'રાજભવન'નું નામ બદલીને 'લોકભવન' કરાયું, શાસન સાથે લોકસેવાની ભાવના જોડવાનો ઉદ્દેશ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં રાજ્યપાલોના રહેઠાણ 'રાજભવન'ને હવેથી 'લોકભવન' તરીકે ઓળખવા માટે આદેશ આપ્યો છે. આ ફેરફાર પાછળનો હેતુ પ્રશાસનને માત્ર સત્તા નહીં, પરંતુ જાહેર સેવા અને ફરજની ભાવના સાથે જોડવાનો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં એક મોટો અને સાંકેતિક વહીવટી ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા અનુસાર, આ નામ બદલવાનો મુખ્ય ઉદ્દેશ્ય શાસનને જાહેર સેવા અને ફરજની ભાવના સાથે જોડવાનો છે. '
’રાજભવન' શબ્દ જે શાસન અને રાજકીય સત્તાનો ભાવ દર્શાવે છે, તેના બદલે 'લોકભવન' શબ્દ દ્વારા જનતા કેન્દ્રિત શાસનનો સંદેશો પહોંચાડવાનો લક્ષ્ય છે. આ પરિવર્તન દ્વારા સરકાર એ સંદેશ આપવા માંગે છે કે રાજ્યપાલનું નિવાસસ્થાન માત્ર સત્તાનું કેન્દ્ર ન રહેતા, તે લોકોની સેવા અને કલ્યાણનું કેન્દ્ર બને.
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક દાયકામાં આ પ્રકારના ઘણા વહીવટી અને સાંકેતિક નામોમાં સમાન ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય ભારતીય ઓળખ અને ફરજની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે, અને પરાધીનતાના યુગના નામોને દૂર કરવાનો છે.
આ નામ પરિવર્તનના ક્રમમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ફેરફાર દિલ્હીમાં જોવા મળ્યો હતો, જ્યાં બ્રિટિશ કાળના 'રાજપથ'નું નામ બદલીને 'કર્તવ્ય પથ' કરવામાં આવ્યું હતું. આ જ વિચારધારાને અનુસરીને, હવે રાજ્યપાલના નિવાસને પણ 'રાજ'માંથી 'લોક' સાથે જોડીને નાગરિકોની ફરજ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નિર્ણય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ થશે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
