હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચાઃ પીએમ મોદી પણ ભાગ લેશેઃ ૧૦ કલાકનો આપ્યો સમય.
ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવા પર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ખાસ ચર્ચાનું આયોજન કર્યું છે

નવી દિલ્હી તા.૨: ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવા પર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ખાસ ચર્ચાનું આયોજન કર્યું છે. લોકસભામાં આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે તેને લઈને ચર્ચા થશે. જેના માટે ૧૦ કલાકનો સમય નક્કી કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ખાસ ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચા સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરક ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને રેખાંકિત કરશે.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા ૩૦ નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મિટિગ અને લોકસભા તથા રાજ્યસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ પર સહમતિ થઈ. રાજ્યસભામાં પણ સત્તાધારી પાર્ટીના સભ્યોએ તેની જોરદાર તરફદારી કરી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવતા તમામ પાર્ટીને તેમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
વંદે માતરમને ૧૯૫૦માં ભારત ગણરાજ્યના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યું હતું. તેને ૧૮૭૦ના દાયકામાં બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા સંસ્કૃતનિષ્ઠ બંગાળીમાં લખ્યું હતું. આ ગીત બંકિમચંદ્ર ચટોપાધ્યાય બંગાળી ઉપન્યાસ આનંદમઠનો ભાગ છે, જેને પહેલી વાર ૧૮૮૨માં પ્રકાશિત કરી હતી. આ ગીત ભારતીય સ્વતંત્રતા આંદોલનનું મુખ્ય પ્રેરણાસ્ત્રેત બન્યું. આ ગીતની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્ર સરકારે ખાસ સ્મારક સિક્કો અને પોસ્ટ ટિકિટ પણ લોન્ચ કરી હતી. પીએમ મોદીએ હાલમાં જ વંદે માતરમને સ્વતંત્રતા સંગ્રામની અમર ધરોહર ગણાવતા યુવાનોને તેનું ગાન કરવાની અપીલ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
