News of Tuesday, 2nd December 2025
સુપ્રીમ કોર્ટમાં આજે તમિલનાડુમાં કુલપતિની નિમણૂક અને એસઆઈઆર વિવાદ પર મહત્વની સુનાવણી
યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર (કુલપતિ) ની નિમણૂક કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોવી જોઈએ તેવી માંગ સાથેની પીટીશન ઉપર સુનાવણી

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સુનાવણી થવા જઈ રહી છે. જેમાં એક તરફ એસઆઈઆર ની કામગીરીને પડકારતી અરજીઓ છે તો બીજી તરફ તમિલનાડુમાં કુલપતિઓની નિમણૂકને લઈને રાજ્ય સરકારની સત્તાનો વિવાદ છે.
સુપ્રીમ કોર્ટ આજે એસઆઈઆર ની કામગીરીને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરશે. આ ઉપરાંત, તમિલનાડુ સરકારે યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર (કુલપતિ) ની નિમણૂક કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોવી જોઈએ તેવી માંગ સાથે કરેલી અરજી પર પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
