News of Tuesday, 2nd December 2025
ગૂગલના પિક્સેલ ફોનમાં એડિટ અને ડિલીટ કરાયેલા મેસેજ કર્મચારીના બોસને મોકલી શકાશે
આ સુવિધા ઓફિસોને શિસ્તપાલન પૂરી કરવામાં મદદ કરે છે. આ સુવિધા SMS અને MMS મેસેઝ માટે પણ સુસંગત છે.

મુંબઇ તા.૨: ગૂગલે પિક્સેલ ફોન માટે એક નવું ફીચર શરૂ કર્યું છે જે અંતર્ગત બોસને કર્મચારીઓના મેસેજ મોકલવામાં આવી શકશે. આ મેસેજ ડિલીટ કરાયા હોય અથવા એડિટ કરાયા હોય તો પણ બોસને મોકલી શકાશે. આ સુવિધા મુખ્યરૂપે ઓફિસના કામ માટે વાપરવા માટે પિક્સેલ ફોન પર લાગુ પડે છે. ગૂગલના પિક્સેલ ફોન પરના RCS (રિચ કમ્યુનિકેશન સર્વિસિસ) મેસેજ માટે આ નવીનતમ સુવિધા શરૂ કરાઈ છે જેમાં બોસને તેમના કર્મચારીઓના મેસેજ એક્સેસ કરવાની મંજૂરી આપશે. ગૂગલે કહ્યું હતું કે આ સુવિધા ઓફિસોને શિસ્તપાલન પૂરી કરવામાં મદદ કરે છે. આ સુવિધા SMS અને MMS મેસેઝ માટે પણ સુસંગત છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
