News of Wednesday, 3rd December 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે

શનિ ગોચર ૨૦૨૬: તિરુનલ્લાર મંદિરમાં ૬ માર્ચે શનિ પરિવર્તન ઉત્સવ
શનિ પરિવર્તન: તિરુનલ્લાર મંદિર પ્રશાસને જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૬ નો શનિ પરિવર્તન (શનિ પેયાર્ચી) ઉત્સવ ૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ યોજાશે.
રાશિ પરિવર્તન: આ દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
====================
કોર્ટનો મહત્વનો નિર્ણય: આંબેડકર પુણ્યતિથિ પર શરતી મંજૂરી
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ: મદ્રાસ હાઈકોર્ટે 'હિન્દુ મક્કલ કાચી' પક્ષને ૬ ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ (મહાપરિનિર્વાણ દિવસ) નિમિત્તે ચેન્નાઈમાં તેમના મણિમંડપમ ખાતે શ્રદ્ધાંજલિ આપવાની મંજૂરી આપી છે.
કડક શરતો: કોર્ટે શરત મૂકી છે કે આંબેડકરના ફોટાને એડિટ કરીને કોઈ બેનર લાવવા નહીં અને મંજૂરી આપેલ ૨૫ લોકો સિવાય વધારે ભીડ ભેગી કરવી નહીં. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
====================
તમિલનાડુમાં ભારે વરસાદનું સંકટ: ચેન્નાઈ સહિત ૪ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર
રજાની જાહેરાત: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીને પગલે આવતીકાલે (૩ ડિસેમ્બર) ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
પરીક્ષાઓ મોકૂફ: અન્ના યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે ચેન્નાઈ જિલ્લાની કોલેજોમાં આવતીકાલે (૩ ડિસેમ્બર) યોજાનારી સેમેસ્ટરની પરીક્ષાઓ ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે.
નાગપટ્ટિનમમાં વરસાદ: નાગપટ્ટિનમ જિલ્લાના નાગૌર, સિક્કલ, કીઝવેલુર અને વેલાંકન્ની સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.
તિરુવલ્લુરમાં રજા: ભારે વરસાદની ચેતવણીને પગલે તિરુવલ્લુર જિલ્લામાં આવતીકાલે (૩ ડિસેમ્બર) ફક્ત શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
====================
સબરીમાલાના દર્શન કરીને પરત ફરી રહેલ પિતા પુત્રના કરુણ મોત
થેની જિલ્લાના પેરિયાકુલમ પાસે એક કાર બેકાબૂ બનીને અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના વતની પિતા વેણુ (૫૫) અને પુત્ર નરેશ (૩૨) નું મૃત્યુ થયું છે. તેઓ સબરીમાલાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં ૯ વર્ષના બાળક સહિત ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
====================
કૂતરાઓનું ટોળું રસ્તા ઉપર આવી જતા રીક્ષા પલટી મારી ગઈ નવ લોકોને ઈજા
અંબુર અકસ્માત: તિરુપત્તુરના અંબુર નજીક રસ્તા પર કૂતરાઓનું ટોળું આવી જતાં ઓટો રિક્ષા પલટી ગઈ હતી, જેમાં ૯ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
====================
મારુતિ સુઝુકી ઈ-વિટારાને મળ્યું ફાઈવ -સ્ટાર સેફ્ટી રેટિંગ
મારુતિ સુઝુકીની આગામી ઈલેક્ટ્રિક કાર 'ઈ-વિટારા' એ સુરક્ષા પરીક્ષણ માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેને ૫-સ્ટાર રેટિંગ મળ્યું છે.
આ કાર જાન્યુઆરી ૨૦૨૬ માં લોન્ચ થવાની સંભાવના છે અને એકવાર ચાર્જ કર્યા પછી તે મહત્તમ ૫૪૩ કિમી સુધી ચાલી શકશે તેવી માહિતી છે.
====================
વીજળી વિભાગે મેયર ને દંડ ફટકાર્યો
મેયરને દંડ: તિરુપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દિનેશ કુમારને વીજળી વિભાગે રૂ. ૪૨,૫૦૦ નો દંડ ફટકાર્યો છે. ઘરના રિનોવેશન દરમિયાન વીજળી વિભાગને જાણ કર્યા વિના જૂના કનેક્શનનો ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
