હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડાપ્રધાનની ઓફિસ હવેથી ‘સેવાતીર્થ' તરીકે ઓળખાશે
કેન્દ્રીય સચિવાલય હવેથી ‘કર્તવ્ય ભવન' અને રાજભવન ‘લોકભવન' તરીકે ઓળખાશે

નવી દિલ્હી તા.૩: કેન્દ્ર સરકારે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નું નામ બદલીને ‘સેવાતીર્થ' કરી દીધું છે. આ સાથે, દેશભરના રાજભવન હવે ‘લોકભવન' તરીકે ઓળખાશે. તેમજ કેન્દ્રીય સચિવાલયનું નામકરણ ‘કર્તવ્ય ભવન' કરવામાં આવ્યું છે. પીએમઓ અધિકારીઓએ કહ્યું કે, જાહેર સંસ્થાઓમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. સત્તાથી સેવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ ફેરફાર વહીવટી નહીં, સાંસ્કૃતિક છે. વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન રેસકોર્સ રોડનું નામ બદલીને ૨૦૧૬માં ‘લોક કલ્યાણ માર્ગ' કરાયું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગત વર્ષે રાજ્યપાલોના સંમેલનમાં થયેલી ચર્ચાનો હવાલો આપીને કહ્યું કે રાજભવન નામ સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. એટલા માટે રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોના કાર્યાલયો હવેથી લોકભવન અને લોકનિવાસના નામથી ઓળખાશે. વડાપ્રધાન મોદીની ઓફિસ(પીએમઓ) હવે સાઉથ બ્લોકમાંથી નવા એડવાન્સ કેમ્પસમાં શિફટ થઈ રહી છે, જે હવે સેવાતીર્થ તરીકે ઓળખાશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
