હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એ છોકરીએ મારી ફિલીંગ સાથે રમત રમીઃ પત્નીના બીજા લગ્ન કરાવી દેજો, મારા અંગનું દાન કરજો
ફાઈનાન્સ કંપની ચલાવતા મેનેજર શિવમોહન સિંહે સોમવારે પોતાની ઓફિસની ચેમ્બરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી

સતના,તા.૦૩: સોરી પાપા...એ છોકરીએ મારી ફીલિંગ્સ સાથે રમત રમી છે. તેના કારણે હું કંઈ વિચારી પણ નથી શકતો. આ એ જ અંતિમ શબ્દો છે, જે સતનાના એક ૨૬ વર્ષીય યુવકે પોતાનો જીવ આપતા પહેલા એક પાના પર લખ્યા છે. સતના જિલ્લાના ટ્રાન્સપોર્ટ નગરમાં ફાઈનાન્સ કંપની ચલાવતા મેનેજર શિવમોહન સિંહે સોમવારે પોતાની ઓફિસની ચેમ્બરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક પાસેથી એક ભાવુક સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે પોતાના મોત માટે જવાબદાર એક છોકરીને ગણાવી છે અને પોતાના પિતાને અંગદાન કરવાની અંતિમ ઈચ્છા પણ જણાવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રીવા જિલ્લાના સગરા દેવતાલાબ નિવાસી શિવમોહન સિહ સતનામાં ફાઈનાન્સ કંપની ચલાવતો હતો. સુસાઈડ નોટમાં તેનું દર્દ સ્પષ્ટ છલકાય છે. તેણે લખ્યું કે, મારા સારા પિતાજી, હું તમારો સારો દીકરો નથી બની શક્યો. એકલાપણાના કારણે મેં દારૂ પીવાનું શરુ કરી દીધું હતું. હું મારી મરજીથી આત્મહત્યા કરી રહ્યો છું. પણ અહીં જેના પર વિશ્વાસ કરો, તે દગો આપે છે. મારા મોત માટે એ છોકરી જવાબદાર છે, તેણે મારી જિંદગી સાથે બહુ મોટી રમત કરી છે.
શિવમોહને પોતાની સુસાઈડ નોટમાં ન ફક્ત પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે, પણ પોતાની જવાબદારીને લઈને પણ ચિતિત દેખાયો. તેણે પિતાને માર્મિક અપીલ કરતા લખ્યું કે, સ્વાતી (પત્ની)ના બીજા લગ્ન કરાવી દેજો, પ્લીઝ, ગોલૂની સ્કૂટી છોડાવી લેજો. મેં તેને ગિરવે મૂકી છે. મારા મર્યા બાદ તમામ અંગોનું દાન કરી દેજો, જે પણ કામમાં આવે.
આ ઘટનાક્રમ અનુસાર, શિવમોહન સોમવાર બપોરે લગભગ ૨ વાગ્યે પોતાની ચેમ્બરમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. સાંજના ૭ વાગ્યા સુધી જ્યારે કોઈ હલચલ ન થઈ, ફોન પણ બંધ આવ્યો તો કર્મચારીને ચિતા થઈ. તેમણે નજીકમાં રહેતા શિવમોહનના મામાને બોલાવ્યા. જ્યારે દરવાજો તોડ્યો, તો શિવમોહન મફલરને ફંદો બનાવીને લટકી રહ્યો હતો. સૂચના મળતા કોલગવા પોલીસ પણ આવી પહોંચી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પોલીસ હવે સુસાઈડ નોટના આધારે ઉલ્લેખ કરેલી છોકરી અને અન્ય પાસા પર તપાસ કરી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
