<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

મ્યાનમારથી આસામ સુધીના આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાસ: નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ૧૨.૫ કરોડનું ૬.૧૪૯ કિલો હેરોઈન જપ્ત કર્યું

નવીદિલ્હી: નેશનલ ક્રાઈમ બ્યુરો (એનસીબી) ના ગુવાહાટી ઝોનલ યુનિટને મોટી સફળતા મળી છે. મ્યાનમારથી મણિપુર અને આસામ સુધી ફેલાયેલા ડ્રગ્સ નેટવર્ક પર ત્રાટકીને એજન્સીએ ૬.૧૪૯ કિલો ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ૧૨.૫ કરોડ રૂપિયા થાય છે. 

દાણચોરોએ બરાક નદીના રસ્તે બોટમાં વાંસના થરોની નીચે સાબુની ૫૩૦ જેટલી પેટીઓમાં આ ડ્રગ્સ છુપાવ્યું હતું. એનસીબીએ જેકબ અને મેલોડી નામના બે શખ્સોની ધરપકડ કરી છે.

 

(1:42 PM IST)