ભાવનગરમાં બાળકોની હોસ્પિટલવાળા કોમ્પ્લેક્ષમાં ભયાનક આગ : જુઓ વિડિયો
હોસ્પિટલ અને લેબોરેટરીમાં રહેલા બાળકો અને દર્દીઓના સગામાં દોડધામઃ જીલ્લા કલેકટર મનિષ બંસલ દોડી ગયાઃ જાનહાનિ નથી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૩ : ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ બાળકોની હોસ્પિટલ વાળા કોમ્પ્લેક્સ માં આજે સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠતા ભારે દેકારો બચી ગયો હતો. કોમ્પલેક્ષમાં નીચે લાગેલી આગ ઉપરની હોસ્પિટલોમાં ફેલાતા હોસ્પિટલ અને લેબોરેટરીમાં રહેલ બાળકો અને દર્દીઓમાં ભારે દેકારો મચી ગયો હતો. ફાયર બ્રિગેડ આવે તે પહેલા લોકોએ રેસ્કયુ કરી કેટલાક બાળકોને બચાવી લીધા હતા. બનાવની જાણ થતા જ જિલ્લા કલેકટર અને પોલીસ કાફલો બનાવ દોડી ગયો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે ભાવનગર શહેરના વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સ કે જેમાં મોટાભાગે બાળકોની હોસ્પિટલ છે અને લેબોરેટરી આવેલી છે. ત્યાં આગ લાગતા અને આગ સમગ્ર બિલ્ડિંગના ઉપરના ભાગે પણ ફેલાતા
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં રહેલા બાળકો અને તેના વાલીઓ તથા સ્ટાફમાં ભારે અફડા તફડી મચી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકોના વાલીઆમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકોએ કેટલાક બાળકોનું રેસ્કયુ કરી હોસ્પિટલની બહાર ખસેડ્યા હતા.
બનાવવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો બનાવતા દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ, તથા અન્ય અધિકારીઓ પદાધિકારીઓ બનાવ દોડી ગયા હતા. આગ સમાચાર બહાર આવતા જ જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે તેના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી ગયા હતા. અને ચિતા ભરી પૂછપરછ કરી રહ્યા હતા.
આ લખાય છે ત્યારે હજુ પણ આગ ચાલુ છે અને ફાયર બ્રિગેડ બચાવ ની કામગીરી અને આગ ઉપર કાબુ મેળવવામાં જહેમત ઉઠાવી રહી છે .
કાળાનાળા વિસ્તારમાં નવજાત બાળકોની હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં આપપાસના રહિશોએ બારીમાંથી આઠથી દસ બાળકોને બહાર કાઢયા : જિલ્લા કલેકટર મનિષ બંસલ ઘટના સ્થળે દોડી ગયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
