<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

કેરળના દરિયાકાંઠે નૌસેના દિવસની ભવ્ય ઉજવણી: રાષ્ટ્રપતિ મુર્મુની ઉપસ્થિતિમાં આઈએનએસ વિક્રાંત પર શક્તિપ્રદર્શન

કોચી: ભારતીય નૌસેના દ્વારા આ વર્ષે નેવી ડે એટલે કે નૌસેના દિવસની ઉજવણી મહારાષ્ટ્રને બદલે કેરળના કોચીમાં કરવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે. ભારતીય નૌકાદળના ઇતિહાસમાં અને ખાસ કરીને ૧૯૭૧ ના યુદ્ધમાં નૌસેનાની ભૂમિકાને બિરદાવવા માટે આ દિવસ ઉજવાય છે, ત્યારે આજે સૌની નજર સ્વદેશી યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર મંડાયેલી છે.

સધર્ન નેવલ કમાન્ડના મુખ્યાલય કોચી ખાતે બ્લુ વોટર્સમાં આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય નૌસેના પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત સંરક્ષણ મંત્રી, કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા છે. આ ઉજવણીમાં આઈએનએસ વિક્રાંત, આઈએનએસ વિક્રમાદિત્ય સહિતના યુદ્ધજહાજો અને મિગ-૨૯કે ફાઈટર જેટ્સ પણ ભાગ લઈ રહ્યા છે. 

દરિયાઈ સુરક્ષા અને આત્મનિર્ભર ભારતની ઝલક દર્શાવતા ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશનમાં નૌસેનાના જવાનોએ અદભૂત કૌશલ્ય બતાવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ સામાન્ય જનતાને નૌસેનાની ક્ષમતાઓ અને દરિયાઈ સીમાઓની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો છે.

 

(11:44 AM IST)