રશિયન રાષ્ટ્રપતિ પુતિનના આગમન પગલે દિલ્હીમાં હાઈ એલર્ટ: રાજદ્વારી ગતિવિધિઓ તેજ

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા હોવાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પુતિનની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંબંધો માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે આ મુલાકાત પર દુનિયાભરની નજર છે.
દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ પુતિનના આગમનને ધ્યાનમાં રાખીને હોટલ, એરપોર્ટ અને મુખ્ય માર્ગો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મળતી માહિતી મુજબ, આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર અને ઉર્જા ક્ષેત્રે મહત્વના કરારો થવાની શક્યતા છે.
આ બધાની વચ્ચે એક મહત્વના ઘટનાક્રમમાં પુતિને અમેરિકી પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી હોવાના અહેવાલો છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં સૂચક માનવામાં આવે છે.
ભારત હંમેશા રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે સંતુલન જાળવતું આવ્યું છે, ત્યારે પુતિનની આ મુલાકાત ભારતની વિદેશ નીતિ માટે પણ કસોટીરૂપ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
