મેં ૮ યુદ્ધ રોકાવ્યા છે, મને નોબેલ પારિતોષિક મળવો જોઈએ: ડોનાલ્ડ ટ્રમ્પની ધૂણવા ઉપડ્યો: વારે ઘડીએ એક જ રાગ આલાપે છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ મારી દરમિયાનગીરીને કારણે અટકી ગયેલ: વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે તેમણે જે પ્રયાસો કર્યા છે તેની યોગ્ય નોંધ લેવામાં આવી નથી: ટ્રમ્પ ન વસવસો

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના અનોખા અંદાજમાં મોટો દાવો કર્યો છે. કેબિનેટ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત યુદ્ધને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે કુલ ૮ યુદ્ધો બંધ કરાવ્યા છે, તેથી તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે.
ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ તેમની દરમિયાનગીરીને કારણે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે તેમણે જે પ્રયાસો કર્યા છે તેની યોગ્ય નોંધ લેવામાં આવી નથી.
ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ચર્ચા જાગી છે. અગાઉ પણ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર માટે પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે. તેમના આ દાવાને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
