<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

વેનેઝુએલા સામે અમેરિકા આક્રમક મૂડમાં: ટ્રમ્પે હવે હવાઈ ઉપરાંત જમીન માર્ગે હુમલાની ધમકી આપી

વોશિંગ્ટન: વેનેઝુએલાની ડાબેરી સરકાર સામે અમેરિકાએ હવે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન થયેલી ચર્ચામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે વેનેઝુએલા પર માત્ર સમુદ્ર માર્ગે જ નહીં પરંતુ જમીન માર્ગે પણ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે. ટ્રમ્પનું આ નિવેદન વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો માટે સીધી ચેતવણી સમાન છે.

અહેવાલો અનુસાર, અમેરિકા વેનેઝુએલામાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈને ચિંતિત છે. 

અગાઉ અમેરિકાએ વેનેઝુએલા પર આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધી જેવી કાર્યવાહી કરી હતી. હવે જમીન માર્ગે હુમલાની વાત કરીને ટ્રમ્પે સ્થિતિ વધુ તંગ બનાવી દીધી છે. 

 

દક્ષિણ અમેરિકાના આ દેશમાં તેલના વિપુલ ભંડારો છે, પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે તેની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ટ્રમ્પ પ્રશાસન માદુરો સરકારને ઉથલાવીને ત્યાં સત્તા પરિવર્તન ઈચ્છે છે, જેના ભાગરૂપે આ આક્રમક રણનીતિ અપનાવવામાં આવી રહી છે.

(11:46 AM IST)