<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ભાવનગરમાં હોસ્‍પિટલના કોમ્‍પ્‍લેક્ષમાં ભયાનક આગઃ નવજાત બાળકો સહિત ર૦ નો બચાવ

પ બાળકો માટે એક સગર્ભાને સારવાર માટે અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડાયા : ટુવ્‍હીલરો અને કાર આગમાં ખાખ : કલેકટર ડો. મનીષ બંસલ સહિતના દોડી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩ : ભાવનગર શહેરના કાળાનાળા વિસ્‍તારમાં સમીપ કોમ્‍પ્‍લેક્‍સ માં બેઝમેન્‍ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્‍ડિંગમાં પ્રસરી જતા આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. આ કોમ્‍પલેક્‍સમાં બાળકોની હોસ્‍પિટલ આવેલી છે જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી. લોકોએ અને ફાયર બ્રિગેડના સ્‍ટાફે બાળકોનું અને અન્‍ય લોકોનું રેસ્‍કયુ કર્યું હતું અને બચાવી લીધા હતા. આ બનાવથી ભારે અફડા તફડી મચી ગઈ હતી. બનાવ સ્‍થળે કલેક્‍ટર સહિતના અધિકારીઓ દોડી આવ્‍યા હતા. આગમાં સદ્‌ભાગ્‍ય કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પાંચ બાળકો એક સગર્ભા મહિલાને હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. આગમાં ટુવ્‍હીલરો અને ફોરવીલરો સળગી ગયા છે.

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્‍તારમાં આવેલ સમીપ કોમ્‍પ્‍લેક્‍સ ના બેઝમેન્‍ટમાં આજે સવારે આગ લાગી હતી. આ આગ ઉપર આવેલ બાળકોની હોસ્‍પિટલમાં ફેલાતા આગના ધુમાડા નીકળવા લાગ્‍યા હતા. ભારે દોડાદોડી મચી ગઈ હતી. આ બનાવ ની જાણ થતા જ ફાયરબ્રિગેડ નો કાફલો  તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયું હતું. સાથે જ બાળકોની હોસ્‍પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્‍કયુ કરાયું હતું. હોસ્‍પિટલમાંથી પાંચ બાળકો સહિત લોકોનું રેસ્‍કયૂ કરાયું હતું. અને તમામને બચાવી લેવાયા હતા. જોકે પાંચ બાળકોને સારવાર માટે સર ટી. હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. જ્‍યારે એક સર્ગભા મહિલાને પણ હોસ્‍પિટલ ખસેડાયેલ છે. જે બાળકોને હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે તે નાઈસ ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ ના હોવાનું જાણવા મળેલ છે.

 આ વિકરાળ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઇટર અને ૫૦થી વધુ કર્મચારીઓ જોડાયા હતા

ફાયર ટીમે  લોકોનું રેસ્‍કયૂ કર્યું હતું અને તમામ લોકોને હોસ્‍પિટલમાં ખસેડયા હતા.

બનાવ ની જાણ થતા જ જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ, મેયર ભરતભાઈ બારડ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનસ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના અધિકારી પદાધિકારીઓ દોડી આવ્‍યા હતા. લોકોના ટોળેટોળા આ બનાવ જોવા એકઠા થયા હતા.

(3:28 PM IST)