<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

પાન મસાલા ચાહકો માટે મોટા સમાચાર: સરકારે તમામ પેકેટો પર છૂટક કિંમત દર્શાવવાનો કર્યો આદેશ!

નાના પેકેટો પર ભ્રામક કિંમતો અટકાવવા સરકારી હસ્તક્ષેપ; નાણામંત્રી સીતારમણે કહ્યું, તમાકુ પરની આવકનો 41% હિસ્સો રાજ્યો સાથે વહેંચાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે તમાકુ અને પાન મસાલા ઉત્પાદનોના ગ્રાહકોના હિતમાં એક મોટો અને ફરજિયાત નિર્ણય લીધો છે. હવેથી, તમામ પાન મસાલા પેકેટો (તેના કદ અને વજનને ધ્યાનમાં લીધા વિના) પર છૂટક વેચાણ કિંમત (Retail Price) અને અન્ય સંબંધિત માહિતી દર્શાવવી આવશ્યક રહેશે.
ક્યારે લાગુ થશે આ આદેશ?
આ નવો નિયમ આવતા વર્ષે 1 ફેબ્રુઆરી, 2026 થી ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે.
અગાઉ, 10 ગ્રામ કે તેથી ઓછા વજનના પાન મસાલા પેકેટોને આ ચોક્કસ ઘોષણાઓમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, હવે આ નાના પેકેટોએ પણ છૂટક કિંમત અને 2011ના નિયમો હેઠળની તમામ જરૂરી ઘોષણાઓ દર્શાવવી પડશે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે આ પગલું નાના પેકેજો પરની ભ્રામક અથવા ખોટી કિંમતો અટકાવવામાં મદદ કરશે અને ગ્રાહકોને વધુ માહિતી સાથે ખરીદીના નિર્ણયો લેવામાં સહાયરૂપ થશે.
લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ બિલ પસાર
બુધવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ 2025 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યંં હતું.
નાણામંત્રીનું નિવેદન: નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટીમાંથી એકત્રિત થતી કર આવક એક વિભાજ્ય પૂલનો ભાગ હશે, અને તેનો 41 ટકા હિસ્સો રાજ્યો સાથે વહેંચવામાં આવશે.
કોઈ વધારાનો કર નહીં: સીતારમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ વધારાનો કર નથી, અને GST સિસ્ટમ હેઠળ હાલનો કર બોજ ચાલુ રહેશે. આ બિલનો ઉદ્દેશ્ય GST વળતર સેસ (Compensation Cess) નાબૂદ થયા પછી તમાકુ અને સંબંધિત ઉત્પાદનોમાંથી આ સેસ દૂર કરીને તેના પર એક્સાઇઝ ડ્યુટી લાદવાનો છે.

 

(12:03 AM IST)