News of Thursday, 4th December 2025
રાકેશ રાજદેવ પરિવાર હેમખેમ છે : ફાયરીંગની ઘટના સર્જાયાનો ઈન્કાર
કેલિફોર્નિયામાં રાજકોટના રાકેશ રાજદેવના ઘર પર ફાયરિંગ ? :કોઈ મલિન ઈરાદાથી આ અહેવાલો પ્રસારિત કરાયા છેઃ જેમાં કશું જ તથ્ય નથીઃ ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ

નવી દિલ્હી તા.૪: અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના રાજકોટના રાકેશ રાજદેવના નિવાસસ્થાને ફાયરિગની ઘટના બન્યાનું આ હુમલાની જવાબદારી રોહિત ગોદારા ગેંગ દ્વારા સ્વીકારવામાં આવ્યાનું તથા રોહિત ગોદારા ગેંગના ગેંગસ્ટર મહેન્દ્ર ડેલાણાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની કબૂલાત કરી છે અને સાથે રાકેશ રાજદેવને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી હોવાનું નેશનલ હિન્દી અખબાર ઇન્ડિયા ટીવીમાં પ્રસિદ્ધ પહેલા અહેવાલોને રાજદેવ પરિવારે નકારી કાઢેલ હોવાનું તેમના અંગત સ્નેહી અને ધારાસભ્ય શ્રી અનિલભાઈ દેસાઈએ જણાવ્યું છે. રાકેશ રાજદેવ પરિવારની નજીકના સત્તાવાર વર્તુળોએ પણ આવું કંઈ જ બન્યાનો ઈન્કાર કરી સમગ્ર પરિવાર હેમખેમ અને સાથે જ હોવાનું જણાવ્યુ છે.
સુપ્રસિદ્ધ ધારાશાષાી શ્રી અનિલભાઈ દેસાઈએ વધુમાં અકીલાને જણાવ્યું હતું કે કોઈ મળીને ઈરાદાથી આ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા છે અને અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. હિન્દી અખબારમાં આ અહેવાલો પ્રસારિત થતા મોટો ઘડવડાટમાંથી ગયો અને રાજદેવ પરિવારમાં મારી ચિતાની લાગણી પ્રસરી હતી.
નવીન બોક્સર ગોરીપુર નામના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટમાં ગેંગસ્ટરોએ દાવો કર્યો છે કે, આજે કેલિફોર્નિયામાં રાકેશ રાજદેવ (આરઆર) ના ઘરે જે ફાયરિંગ થયું છે તેની અમે જવાબદારી લઈએ છીએ. આ પોસ્ટમાં મહાદેવ બુક એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર સહિતના પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, તમે લોકો ખુદને મોટા બુકી સમજા છો અને પાકિસ્તાનને ફંડિગ કરો છો તથા આઈએસઆઈના એજન્ટોને પોતાની પાસે બેસાડી રાખો છો, તો સમય રહેતા સુધરી જજા નહિતર અંજામ ખરાબ આવશે. પોસ્ટમાં આગળ અત્યંત આક્રમક ભાષામાં ચેતવણી આપવામાં આવી છે કે, દેશ સાથે ગદ્દારી કરશો તો એવી મોત આપીશું કે તમારી અનેક પેઢીઓ યાદ રાખશે. આ સુધરવાનો છેલ્લો મોકો છે. સૌરભ ચંદ્રાકરને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે તે દુબઈમાં દાઉદના ભાઈને મળે છે તેની તેમને જાણ છે. સુરક્ષા અંગે કટાક્ષ કરતા ગેંગે લખ્યું છે કે, અમને બધી ખબર છે કે તેં ૪૦ ગાર્ડ રાખ્યા છે, પરંતુ તું ભલે ૪૦૦ ગાર્ડ રાખી લે તો પણ અમે તને મારી નાખીશું. આ પોસ્ટમાં રોહિત ગોદારા ઉપરાંત ગોલ્ડી બરાડ, કાલા જઠેડી, નરેશ સેઠી, ટીનુ હરિયાણા, કાલા રાણા અને લિપ્પન નેહેરા જેવા ગેંગસ્ટરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે તેમના માટે કોઈપણ દેશમાં જઈને દુશ્મનને મારવો મુશ્કેલ નથી. દરમિયાન રાકેશ રાજદેવના પરિવાર વર્તુળો અને તેમના ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઈ દેસાઈ તરફથી આવી ઘટના બન્યા અંગે ઈન્કાર કરાતા સમગ્ર બાબતે ભારે સસ્પેન્સ સર્જાયો છે. (૩૮.૨૭)
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
