News of Thursday, 4th December 2025
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચ્યા : પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું
પીએમ મોદીએ પ્લેનમાંથી ઉતરતાં જ પુતિનને ગળે લગાડીને સ્વાગત કર્યું : બંને નેતાઓ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ભવન એકજ કારમાં રવાના

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે.આ બિઝનેસ ડેલિગેશનમાં રાજેશ શર્મા પણ છે, જેમની રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. તેઓ 34 વર્ષોથી રશિયામાં રહે છે.રશિયાની ફાર્મા કંપનીઓ ભારત સાથે મોટી સમજૂતી કરશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન દિલ્હી પહોંચી ગયા છે. તેઓ પ્લેનમાંથી ઉતરતાં જ વડાપ્રધાન મોદીએ ગળે લગાડીને તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી
એરપોર્ટથી ઉતર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિનું વડાપ્રધાન મોદીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત કર્યા બાદ બંને નેતાઓ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ભવન એકજ કારમાં રવાના થઈ રહ્યા છે
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
