<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કોલ્‍હાપુરની આ ડોક્‍ટર-દુલ્‍હને ફેરા પહેલાં સાચવી મેડિકલ-ઇમર્જન્‍સી

કોલ્‍હાપુર તા.૫: કોલ્‍હાપુરમાં લગ્નસમારંભ દરમ્‍યાન એક મહિલા અચાનક ચક્કર ખાઈને પડી ગઈ હતી. મહિલા ભાનમાં ન આવતાં લગ્નવિધિ પડતી મૂકીને દુલ્‍હન પોતે જ મહિલાની સારવાર કરવા પહોંચી ગઈ હતી. નવવધૂ ડો. પ્રિયા ભારતીએ પોતાનાં લગ્ન પહેલાં =મેડિકલ-ઇમર્જન્‍સી સાચવવાને મહત્ત્વ આપ્‍યું એ જોઈને ઉપસ્‍થિત દરેક મહેમાનને આ ડોક્‍ટર-દુલ્‍હન પર ગર્વ થયો હતો. સવારથી ગરમી અને ભૂખને કારણે બેભાન થયેલી મહિલા ભાનમાં આવી ત્‍યાર બાદ લગ્નવિધિ સંપન્ન થઈ હતી. આ વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો તો નેટિઝન્‍સ પણ ડોક્‍ટર-દુલ્‍હનનાં વખાણ કરવામાં પાછા પડ્‍યા નહોતા.(૩૮.૨)

 

(9:48 AM IST)