<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

પાકિસ્‍તાનમાં હિસામાં ૨૫ ટકાનો વધારોઃ ૨૦૨૫માં ૩,૧૮૭ લોકોનાં મોત

તમામ ઘટનાઓમાંથી ૯૨ ટકા ખૈબર પખ્‍તુનખ્‍વા અને બલુચિસ્‍તાનમાં નોંધાયા હતા

 

કરાચી,તા.૦૫: પાકિસ્‍તાન આતંકવાદનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં ગત વર્ષની સરખામણીએ હિસા સંબંધિત ઘટનાઓમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે, જેમાં ખૈબર પખ્‍તુનખ્‍વા સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે, એમ જાણીતી થિક ટેન્‍કના અહેવાલમાં જણાવ્‍યું છે.

ઇસ્‍લામાબાદ સ્‍થિત સેન્‍ટર ફોર રિસર્ચ એન્‍ડ સિક્‍યુરિટી સ્‍ટડીઝ (સીઆરએસએસ) અનુસાર જાન્‍યુઆરીથી નવેમ્‍બર ૨૦૨૫ સુધીમાં નોંધાયેલા ૩,૧૮૭ મૃત્‍યુમાંથી ૯૬ ટકાથી વધુ અને હિસાની તમામ ઘટનાઓમાંથી ૯૨ ટકા ખૈબર પખ્‍તુનખ્‍વા અને બલુચિસ્‍તાનમાં નોંધાયા હતા.

એક સ્‍વતંત્ર થિક ટેન્‍ક સીઆરએસએસ દ્વારા બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે નવેમ્‍બર સુધીમાં હિસામાં એકંદરે ૨૫ ટકાનો વધારો જોવા મળ્‍યો હતો. જેના પરિણામે ૩,૧૮૭ મૃત્‍યુ થયા હતા, જ્‍યારે ૨૦૨૪માં ૨,૫૪૬ મોત નોંધાયા હતા. જે લગભગ ૨૦ ટકાનો વધારો દર્શાવે છે.

વર્ષ ૨૦૨૪માં ૨,૫૪૬ મૃત્‍યુ અને ૧૯૮૧ ઘાયલ થયા હતા. આ આંકડામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં આપવામાં આવેલો મોતનો આંકડો હિસાની ૧,૧૮૮ નોંધાયેલી ઘટનાઓમાં નોંધાયો હતો. જેમાં આતંકવાદી હુમલાઓ અને આતંકવાદ વિરોધી ઓપરેશનનો સમાવેશ થાય છે. જે મોટે ભાગે ઉત્તર-પヘમિ ખૈબર પખ્‍તુનખ્‍વા અને બ્‍લુચિસ્‍તાન પ્રાંતોમાં નોંધાયા હતા.(૪૦.૮)

(10:12 AM IST)