<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

હવે ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં પણ ફ્રીમાં મળશે અનેક સુવિધાઓ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ્સ માટે નવા નિયમો જાહેર કર્યા

મુંબઈ, તા.૫: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ BSBD એકાઉન્ટ સામાન્ય રીતે ઝીરો-બેલેન્સ એકાઉન્ટ હોય છે, જે નાના બચતકર્તાઓ અને ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવ્યા છે. નવા ફેરફારો પછી આ એકાઉન્ટ્સમાં વધારે સુવિધાઓ અને સરળ એકસેસ મળશે, જેથી નાના બચતકર્તાઓને પણ મોટા એકાઉન્ટ્સ જેવી સુવિધાઓ મળી શકે.

નવા નિયમથી કેવા ફાયદા થશે?

- અનલિમિટેડ ડિપોઝિટઃ હવે BSBD ખાતામાં જેટલી વખત ઇચ્છો તેટલી વખત પૈસા જમા કરાવી શકાશે.

- ATM અથવા ડેબિટ કાર્ડ પર કોઈ ઇશ્યુ અને રિન્યુઅલ ફી લાગશે નહીં.

નવી કાર કે ઘર ખરીદવું છે તેમના માટે ફાયદાની વાત! RBI દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

શા માટે એક સરખા બે વિમાન લઈને ભારત આવ્યા પુતિન? કારણ જાણશો તો ચોંકી જશો; તેમના એરક્રાફ્ટે તોડ્યો વિશ્વ રેકોર્ડ પાંચ વર્ષ પહેલા વહુએ સાસુની કરી હતી હત્યા, છૂટાછેડા પર પતિને ૪૫ લાખ રૂપિયા ભરણપોષણ આપવાનો હતો આદેશ, ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો.

Most Expensive Egg: આ છે દુનિયાનું સૌથી મોંઘું ઈંડું, તેની કિંમતમાં ૧૦૦થી વધુ હેલિકોપ્ટર ખરીદી શકાશે!

- દર વર્ષે ઓછામાં ઓછી ૨૫ પાનાની ચેકબુક મફત મળશે.

- ઇન્ટરનેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગની સુવિધા હવે ફરજિયાત રહેશે.

- પાસબુક અથવા માસિક સ્ટેટમેન્ટ – બેમાંથી કોઈ એક વિકલ્પ ગ્રાહકને મળશે.

દર મહિને ઓછામાં ઓછા ચાર ફ્રી વિડ્રોલ મળશે, પછી ભલે તે બેંકના ATMથી હોય કે પછી ઈન્ટર બેંક ATMથી. સૌથી મોટી રાહતએ છે કે UPI, IMPS, NEFT, RTGS જેવા ડિજિટલ પેમેન્ટને વિડ્રોલ ગણવામાં આવશે નહીં. એટલે ગ્રાહક જેટલા પણ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરે, તેની કોઈ લિમિટ નહીં ગણાય.

જેમની પાસે પહેલેથી BSBD એકાઉન્ટ્સ છે, તેઓ બેંકમાં અરજી કરીને આ નવી સુવિધાઓ પોતાના એકાઉન્ટમાં ઉમેરી શકશે. જો કોઈની પાસે સામાન્ય સેવિંગ એકાઉન્ટ છે અને તેઓએ તેને BSBDમાં ફેરવવું હોય, તો તે પણ શક્ય છે. શરત એટલી જ કે બીજી કોઈ બેંકમાં BSBD એકાઉન્ટ ન હોવું જોઈએ.

આ તમામ ફેરફાર ૧ એપ્રિલ ૨૦૨૬થી લાગુ થશે. જોકે, RBIએ બેંકોને મંજૂરી આપી છે કે તેઓ ઈચ્છે તો આ નવા ફ્રેમવર્કને આ પહેલા પણ લાગુ કરી શકે છે. RBIનું આ પગલું નાના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર (નાના સેવિંગ ખાતાધારકો)ને વધારે તાકાત અને સુવિધા આપવા માટે છે. હવે BSBD એકાઉન્ટ્સ ફકત બેઝિક નહીં રહે, પરંતુ ડિજિટલ અને ફિજિકલ બંને પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે.

(4:20 PM IST)