News of Friday, 5th December 2025
દુનિયાના ટોપ ૧૦ સૌથી આકર્ષક શહેરોની યાદીમા લંડન ૧૮માં નંબરે
બેન્કોક સૌથી વધુ વિઝિટ થયેલું શહેર નોંધાયું : યુરોમોનિટર ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ પેરિસ સતત પાંચમા વર્ષે ટોચનું શહેર બન્યું છે, જ્યારે મેડ્રિડ બીજા અને ટોક્યો ત્રીજા સ્થાને આવ્યું છે

લંડન, તા.૫: ડેટા એનાલિસ્ટિકસ કંપની યુરોમોનિટર ઇન્ટરનેશનલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, પેરિસ સતત પાંચમા વર્ષે દુનિયાનું સૌથી આકર્ષક શહેર રહ્યું છે. આ રેન્કિંગ છ મુખ્ય પીલર્સમાં ૫૫ ધોરણો પર શહેરોનું એનાલિસિસ કરે છે. આ ૬ મુખ્ય પીલર્સ છે, ઇકોનોમિક અને બિઝનેસ પરફોર્મન્સ, ટુરિઝમ પરફોર્મન્સ, ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચર, પોલિસી અને એટ્રેકટીવનેસ, હેલ્થ એન્ડ સેફટી અને સસ્ટેઈનેબલીટી.
જણાવી દઈએ કે દુનિયાના ટોપ ૧૦ શહેરોમાં ૬ શહેરો સાથે યુરોપ રેન્કિંગમાં બધા પર ભારે પડ્યું છે. મેડ્રિડ નંબર ૨ પર છે, રોમ અને મિલાન અનુક્રમે નંબર ૪ અને ૫ પર છે, એમ્સ્ટર્ડમ નંબર ૭ પર છે અને બાર્સેલોના બે ક્રમાંક ઉપર આવીને નંબર ૮ પર છે.
વર્ષ ૨૦૨૫ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષે લંડન ટોપ ૧૦માંથી બહાર થઈને ૧૩માં સ્થાને આવી ગયું હતું, તે હજીપણ સતત નીચે જઈ રહ્યું છે અને હવે તે યાદીમાં ૧૮માં નંબરે સરકી ગયું છે.
જોકે, લંડન ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રકચરની બાબતે દુનિયામાં ચોથા સ્થાને રહ્યું હતું, પરંતુ તે ટુરિઝમ પોલિસી, હેલ્થ અને સેફટી અને સસ્ટેનેબલીટીમાં પાછળ રહી ગયું હતું.
ઇન્ટરનેશનલ અરાઇવલ્સના મામલે બેન્કોક ૨૦૨૫માં ૩૦.૩ મિલિયન અરાઈવલ્સ સાથે સૌથી વધુ વિઝીટ કરવામાં આવનાર શહેર બન્યું, ત્યાર બાદ હોંગકોંગ (૨૩.૨ મિલિયન), લંડન (૨૨.૭ મિલિયન) અને મકાઉ (૨૦.૭ મિલિયન)નો નંબર આવે છે.
રિપોર્ટમાં ૨૦૨૫ને આકાર આપનારા કેટલાક ટ્રેન્ડ પર જોર આપવામાં આવ્યું છે. ઓવરટુરિઝમને પહોંચી વળવા માટે શહેરી ડેસ્ટિનેશન પોતાના ટુરિઝમ પ્લાનને વોલ્યુમ નહીં, વેલ્યુને પ્રાથમિકતા આપવા તરફ વળી રહ્યા છે. પરિણામે તેમનો હેતુ એવા મુલાકાતીઓને આકર્ષવાનો છે, જે પોતાની યાત્રા લાંબી કરે, વધુ ખર્ચ કરે અને લોકલ કમ્યુનિટીઝ અને ઈકોસીસ્ટમ પ્રત્યે વધુ જવાબદારીથી રહે.
યુરોમોનિટર ઇન્ટરનેશનલનું કહેવું છે કે વધતી સુરક્ષા ચિંતાઓ, વધતો ટુરિઝમ ફ્લો, ઓવરટુરિઝમ અને મોંઘવારીનું પ્રેશર ઘણી ડેસ્ટિનેશનને એન્ટ્રી ચાર્જ અપડેટ કરવા અને ઇલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન સિસ્ટમને ઝડપથી લાગૂ કરવા મજબૂર કરે છે - આ ફેરફારો શહેરોની લાંબા સમયની ટુરિઝમ અપીલને આકાર આપશે.
વર્ષ ૨૦૨૫ માટે યુરોમોનિટર ઇન્ટરનેશનલના ટોપ ૧૦ સીટી ડેસ્ટિનેશનઃ પેરિસ, મેડ્રિડ, ટોક્યો, રોમ, મિલાન, ન્યૂ યોર્ક, એમ્સ્ટરડેમ, બાર્સેલોના, સિંગાપોર, સિઓલ.
વર્ષ ૨૦૨૫માં ટોપ ટોપ ઇન્ટરનેશનલ અરાઇવલ્સ શહેરોઃ બેંગકોક (૩.૦૩ કરોડ ઇન્ટરનેશનલ ટ્રિપ્સ) હોંગકોંગ (૨.૩૨ કરોડ), લંડન (૨.૨૭ કરોડ), મકાઉ (૨.૦૪ કરોડ), ઇસ્તાંબુલ (૧.૯૭ કરોડ), દુબઈ (૧.૯૫ કરોડ), મક્કા (૧.૮૭ કરોડ), અંટાલ્યા (૧.૮૬ કરોડ), પેરિસ (૧.૮૩ કરોડ), કુઆલા લમ્પુર (૧.૭૩ કરોડ).
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
