News of Saturday, 6th December 2025
ઇન્ડિગો ફ્લાઈટ્સમાં વ્યાપક ધાંધિયા મુદ્દે ઉડ્ડયન મંત્રાલય લાલઘૂમ: તપાસ માટે ૪ સભ્યોની સમિતિ રચી, ૧૫ દિવસમાં રિપોર્ટ મંગાયો
છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ડિગોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મુસાફરોની ફરિયાદોનો રાફડો ફાટ્યા બાદ સરકારે દખલગીરી કરવી પડી

દેશભરમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ્સમાં થઈ રહેલા સતત વિલંબ અને રદ્દીકરણની ઘટનાઓને ગંભીરતાથી લઈ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કડક કાર્યવાહી કરી છે. મંત્રાલયે આ પરિસ્થિતિની તપાસ માટે ૪ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે અને તેમને ૧૫ દિવસમાં અહેવાલ સોંપવા આદેશ કર્યો છે.
છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ડિગોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મુસાફરોની ફરિયાદોનો રાફડો ફાટ્યા બાદ સરકારે દખલગીરી કરવી પડી છે. આ તપાસ સમિતિ એ જાણવાનો પ્રયાસ કરશે કે આખરે કયા કારણોસર આટલા મોટા પાયે ફ્લાઈટ્સ ખોરવાઈ રહી છે. શું આ માત્ર હવામાનને કારણે છે કે પછી એરલાઇન્સના મેનેજમેન્ટમાં કોઈ ક્ષતિ છે? સમિતિ પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની ઉપલબ્ધતા, ટેકનિકલ ખામીઓ અને ગ્રાહક સેવા સંબંધિત ફરિયાદોની ઝીણવટભરી તપાસ કરશે. ૧૫ દિવસમાં આવનારા આ રિપોર્ટ બાદ એરલાઇન્સ સામે દંડનાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
