News of Saturday, 6th December 2025
રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં શાહી ભોજન: કાશ્મીરી વાજવાન, રશિયન ડિશથી લઈને જાણો શું-શું પીરસાયુ ?
ત્રિભોજન દરમિયાન સંયુક્ત લશ્કરી બેન્ડ લોકપ્રિય ભારતીય અને રશિયન ગીતો પણ રજૂ કર્યા: સમારંભમાં વ્યવસાય, રાજકારણ અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને આમંત્રણ અપાયું : ભોજન સમારંભમાં 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના ભારત પ્રવાસે છે. ગુરુવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શુક્રવારે એટલે કે બીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સન્માનમાં એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું. આ શાહી ડિનરની તૈયારીઓ ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સ્ટેટ ડિનરમાં ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય દર્શાવવામાં આવ્યું હતું. સૂત્રો કહે છે કે મેનુમાં રશિયન બોર્શટ અને કાશ્મીરી વઝવાન જેવી વાનગીઓનો સમાવેશ કરાયો છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક શાહી રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાઇનિંગ ટેબલ પર બંને દેશોની પ્રખ્યાત વાનગીઓનો સંગમ જોવા મળ્યો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્ટેટ ડિનમાં પુતિન અને તેમનું સમગ્ર પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર છે અને ભોજનનો આનંદ માણ્યો. આ ભોજન સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તેમના મંત્રીમંડળના અનેક મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના વીઆઈપી હાજર છે. આ ભોજન સમારંભમાં વ્યવસાય, રાજકારણ અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ભોજન સમારંભમાં 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુતિનનું તેમના પ્રતિનિધિમંડળ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ત્યારે તેમનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ પુતિનના સમર્થન અને ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની વ્યક્તિગત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા, જે વર્ષોથી બંધાયેલી છે તે આવનારા વર્ષો સુધી વધુ મજબૂત બનશે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત શાહી ભોજન સમારંભમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આતિથ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂત્રો સૂચવે છે કે રશિયન બોર્શટ અને કાશ્મીરી વઝવાન જેવી વાનગીઓ મેનુમાં હતી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ રાત્રિભોજન દરમિયાન સંયુક્ત લશ્કરી બેન્ડ લોકપ્રિય ભારતીય અને રશિયન ગીતો પણ રજૂ કર્યા. અહેવાલો અનુસાર ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના સંગીતકારોનો સમાવેશ કરતું ટ્રાઇ-સર્વિસિસ બેન્ડ 'સારે જહાં સે અચ્છા' અને 'કદમ કદમ બઢાયે જા' જેવા સુમધુર ગીતો રજૂ કર્યા.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
