હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા સુરક્ષાના નામે ૩૦થી વધુ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લાદશે: હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીની જાહેરાત
જે ૩૦ દેશોનો આ યાદીમાં સમાવેશ થશે, તેમના નાગરિકો માટે અમેરિકા જવું હવે લોઢાના ચણા ચાવવા સમાન બની જશે.

અમેરિકા પોતાની સરહદી સુરક્ષાને વધુ કડક બનાવવા માટે મોટા ફેરફારો કરી રહ્યું છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમે જાહેરાત કરી છે કે અમેરિકા તેના ટ્રાવેલ પ્રતિબંધ (ટ્રાવેલ બેન) ની યાદીમાં વધારો કરવા જઈ રહ્યું છે, જેમાં હવે ૩૦થી વધુ દેશોનો સમાવેશ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરો અને ખાસ કરીને જે દેશોમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી કે આતંકવાદનો ખતરો છે, તેવા દેશો પર અમેરિકા સકંજો કસવા જઈ રહ્યું છે. ક્રિસ્ટી નોમના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ નવા પ્રતિબંધોમાં કડક વિઝા સ્ક્રિનિંગ અને અમુક દેશોના નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક જેવા પગલાં સામેલ હોઈ શકે છે. આ નિર્ણયની અસર વૈશ્વિક મુસાફરી અને ડિપ્લોમેટિક સંબંધો પર પડવાની શક્યતા છે. જે ૩૦ દેશોનો આ યાદીમાં સમાવેશ થશે, તેમના નાગરિકો માટે અમેરિકા જવું હવે લોઢાના ચણા ચાવવા સમાન બની જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
