હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 6th December 2025
વર્ષ ૨૦૨૬માં બ્રિક્સનું સુકાન ભારત સંભાળશે: રશિયાએ ભારતના અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું
ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતની દાવેદારી વધુ મજબૂત બનશે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાને સહકાર આપવાની કટિબદ્ધતા દોહરાવી હતી.

વૈશ્વિક મંચ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૬માં બ્રિક્સ સમૂહનું અધ્યક્ષપદ ભારત સંભાળશે, જેને રશિયાએ પોતાનું સંપૂર્ણ અને મજબૂત સમર્થન જાહેર કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં રશિયાએ આ અંગે ખાતરી આપી હતી.
બ્રિક્સ દેશોના સંગઠનમાં ભારતની ભૂમિકા નિર્ણાયક રહી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના આગામી અધ્યક્ષપદ દરમિયાન દરેક પ્રકારનો સહયોગ આપશે. રશિયાના મતે, ભારતના નેતૃત્વમાં બ્રિક્સ સમૂહ વધુ સંગઠિત અને પ્રભાવશાળી બનશે. ૨૦૨૬માં ભારત જ્યારે યજમાન તરીકે બ્રિક્સ સમિટનું આયોજન કરશે, ત્યારે ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતની દાવેદારી વધુ મજબૂત બનશે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાને સહકાર આપવાની કટિબદ્ધતા દોહરાવી હતી.
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
