<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

અનોખી પરંપરાઃજાન નીકળતી વખતે વરરાજાને સ્‍તનપાન કરાવે છે માતા

રાજસ્‍થાનના ભીલવાડા જિલ્‍લાના બિજોલિયાની અનોખી દૂધ પિલાઈ રસમ પરંપરા : એક્‍સ પર શેર કરવામાં આવેલી આ ક્‍લિપ ભારે વાયરલ

 

ભીલવાડા તા.૬: રાજસ્‍થાનના લગ્નો મહેલોની ભવ્‍યતાને જીવંત કરી દે છે. સમારંભ એટલા શાનદાર હોય છે કે કોઈ બોલિવૂડ સેટ હોય તેવું લાગે. આ શાહી ઠાઠની વચ્‍ચે એક જૂની અને ખૂબ જ પર્સનલ રસમ હાલમાં ડિજિટલ દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. તેનું નામ છે દૂધ પિલાઈ. આ રસમ શું છે? લગ્ન માટે તૈયાર ઊભેલા વરરાજાની મા જાન નીકળવાની ઠીક પહેલા પ્રતીકાત્‍મક રીતે સ્‍તનપાન કરાવે છે. સ્‍થાનિક લોકો માટે આ માના હૃદયને સ્‍પર્શનારું અને ભાવુક આશીર્વાદ છે. જે તેને નાનપણના પ્રેમ અને માના પોષણની અંતિમ નિશાની આપે છે.

પણ, જ્‍યાં એક તરફ આ પરંપરા માના પ્રેમ અને સ્‍નેહનું પ્રતીક છે, તો વળી સોશિયલ મીડિયા પર તેને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ વિવાદનું કારણ બન્‍યું છે ભીલવાડા જિલ્‍લાના બિજોલિયાના એક વાયરલ વીડિયોથી, જેમાં વરરાજો સુરેશ ભાદુ પોતાની જાન નીકળવાની ઠીક પહેલા પોતાની માતાના આ પ્રતીકાત્‍મક આશીર્વાદ લેતા દેખાઈ રહ્યો છે, એક વીડિયોમાં સુરેશને પોતાની માતા દ્વારા પ્રતીકાત્‍મક રીતે પોતાના પલ્‍લૂની નીચેથી સ્‍તનપાન કરાવતા દેખાડે છે.

એક્‍સ પર શેર કરવામાં આવેલી આ ક્‍લિપ ત્‍યારે વાયરલ થઈ, જ્‍યારે એક યુઝરે લખ્‍યું કે રાજસ્‍થાનના ભીલવાડા જિલ્‍લાના બિજોલિયાની અનોખી પરંપરા. વરરાજો સુરેશ ભાદૂ (જાટ), પિતા-જેઠા રામ ભાદૂ. માના દૂધનું કર્જ યાદ રહે, આ રિવાજ એટલા માટે છે કે લગ્ન બાદ માને ભુલાય ન જાય. પોસ્‍ટમાં કહેવાયું છે કે આ રિવાજ બ્રાહ્મણ, રાજપૂત, જાટ, બિશ્નોઈ, કુંભાર વગેરે જાતિઓમાં અહીં જોવા મળે છે.

ન્‍યૂઝ ૧૮ ઈંગ્‍લિશ વેબસાઈટના એક રિપોર્ટ અનુસાર, સ્‍તનપાન કરાવવાની રસમ પ્રતીકાત્‍મક છે, શાબ્‍દિક નથી. આ વરરાજાના બાળપણથી વૈવાહિક જવાબદારીઓ તરફ આગળ વધતા દર્શાવવાની રીત છે. રાજસ્‍થાની સમુદાયમાં મોટા ભાગે નિભાવવામાં આવતી આ રસમમાં મા પોતાના બ્‍લાઉઝને થોડુ ઉપર કરે છે, જેથી વરરાજો દૂધ પીતા બાળકની નકલ કરી શકે. આ રિવાજ જાન દરમ્‍યાન જાહેરમાં કરવામાં આવે છે. હંમેશા મહિલાઓની હાજરીમાં થાય છે. આ એક માના અંતિમ આશીર્વાદનું પ્રતીક છે.

ઐતિહાસિક રીતે આ રિવાજ બાળપણના અંતનું પ્રતીક છે. વરરાજો શાહી પોશાક પહેરી મોટા ભાગે તલવાર અથવા કટાર લઈને ધૂમધામથી ઘરેથી નીકળે છે. સમય સાથે તે સૈન્‍ય ઈશારા ઔપચારિક પરંપરાઓમાં વિકસિત થઈ ગયા, જ્‍યારે દૂધ પિલાઈ માતૃ દેખરેખ અને પરંપરાગત બંધનોનું પ્રતીક બની રહ્યું. કેટલાય લોકોએ આ પ્રકારના અતરંગ હાવભાવથી સાર્વજાનિક સહજતા પર સવાલ ઉઠાવ્‍યા. એક્‍સ પર એક યુઝર્સે લખ્‍યું છે કે, આ પરંપરા સારી હશે, પણ એક માની ગરિમા સાથે ત્‍યારે છેડછાડ થાય છે, જ્‍યારે લોકો તેના વીડિયો બનાવી ઈન્‍ટરનેટ પર નાખી દેતા હોય છે. શું તમે એ માને પૂછ્‍યા વિના આ વીડિયો ટ્‍વિટર પર પોસ્‍ટ નથી કર્યો? જો આવું કરવામાં એ માની સહમતિ નથી તો શું આપને તેમની પ્રાઈવેસીનું ઉલ્‍લંઘન કર્યું છે.

એક અન્‍ય યુઝર્સે લખ્‍યું કે, પહેલી વાત તો એ આ ઉંમરમાં દૂધ નથી આવતું. બીજી વાત છોકરો મોટો થઈ ગયો છે. ત્રીજી વાત જાહેરમાં વક્ષસ્‍થળ બતાવવું ખોટી વાત છે. મને લાગે છે કે આ ધર્મનો ભાગ છે, આ સાંસ્‍કૃતિક પણ હોઈ શકે છે. સંસ્‍કૃતિ સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ. દહેજ પણ એક સાંસ્‍કૃતિક પ્રથા છે, તો શું આ યોગ્‍ય છે? કોઈએ જવાબ આપ્‍યો કે આ રિવાજ ત્‍યારે નિભાવવામાં આવે છે જ્‍યારે જાન લગ્ન માટે રવાના થાય છે. જો કે આ રિવાજમાં ગોપનીયતા હોવી જોઈએ. પણ બીજા રાજ્‍યના લોકો આ રિવાજની મજાક ઉડાવી રહ્યા છે, જે એકદમ ખોટું છે. રીતિ-રિવાજ, પરંપરાઓ સદીઓથી ચાલ્‍યા આવે છે. તેને નિભાવવા ખોટી વાત નથી તો પછી પરંપરાગત રીતે લગ્ન પણ ન કરો, ખાલી કોર્ટ મેરેજ કરી નાખો.(૩૮.૩)

(9:45 AM IST)