<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

તિરૂપતિ બાલાજીના પ્રસાદમાં ચરબી પ્રકરણ પછી બૈદ્યનાથ ધામમાં પેંડા પ્રસાદમાં માટીની ભેળસેળ

દેવઘરની ૭૨ દુકાનોના નમૂનામાં ભેળસેળ સામે આવી, કાનૂની કાર્યવાહી થશે

દેવાદર,તા.૦૬: ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા બાબા બૈદ્યનાથની નગરી દેવઘરની બે દિવસની મુલાકાતે પહોંચી રહ્યા છે. ભોલેબાબાનો શ્રાવણી મેળો વિશ્વભરમાં જાણીતો છે. જે.પી.નડ્ડા તેમની મુલાકાત દરમિયાન ભોલેનાથના દર્શને પણ પહોંચશે. દેવઘરમાં પુરા વર્ષ પ્રસાદના રૂપમાં મળતા ચૂડા અને પેંડા પણ ભક્‍તોને આકર્ષતા હોય છે. પરંતુ ખાદ્ય સામગ્રી સુરક્ષા વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પ્રસાદીયા પેંડામાં પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્‍યું છે. થોડા મહિના પહેલાં તિરૂપતિ બાલાજીના પ્રસાદમાં પશુની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવતાં સૌ ચોંકી ગયા હતા. હવે નફાખોરી માટે દેવઘરના પેંડામાં માટીની ભેળસેળ થતી હોવાના પુરાવા સામે આવ્‍યા છે. રાંચી ખાતેની લેબમાં તેની તપાસ થતાં સ્‍ફોટક હકીકત સામે આવી છે.

હા, પવિત્ર બૈદ્યનાથ ધામ ખાતે શ્રાવણી મેળા વખતે વેચાઈ રહેલા પ્રસાદ પેંડામાં મોટાપાયે ભેળસેળ થઈ હોવાની હકીકત સામે આવી છે. લાખો શ્રદ્ધાળુની શ્રદ્ધા સાથે સંકળાયેલા પ્રસાદની ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા થયેલી તપાસમાં આ હકીકત સામે આવી છે. શ્રાવણી મેળા વખતે પ્રસાદીયા પેંડાની માગમાં ખુબ વધારો થતો હોય છે. નફાખોરો સ્‍થિતીનો લાભ લેવા પેંડામાં નકલી માવો, ખોવા જેવી નકલી સામગ્રી ભેળવીને પ્રસાદી તૈયાર કરીને ઉંચા ભાવે વેચતા હોવાની ફરિયાદ મળતાં ફુડ સિક્‍યુરિટી વિભાગે દેવઘરની ૭૨ દુકાનોમાં પેંડાના નમૂના જપ્ત કર્યા હતા. ખાદ્ય સુરક્ષા અધિકારી એસ.કે.સિહે જણાવ્‍યું હતું કે પેંડામાં ભેળસેળ કરનારા દુકાનદારોને નોટિસ આપીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે દરેક શ્રાવણી મેળા વખતે કૃત્રિમ ખોવા તૈયાર કરવાનું નેટવર્ક સક્રીય થઇ જાય છે. બિહાર અને ઉત્તર પ્રદેશના મોટા બિઝનેસમેન પાવડર દૂધ સહિતની સામગ્રી લાવીને મશીનોની મદદથી સસતો ખોવા તૈયાર કરે છે અને તેનો ઉપયોગ તે પછી પ્રસાદીયા પેંડામાં થાય છે

(10:10 AM IST)