<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

પાકિસ્‍તાનથી ભાગીને આવેલી સીમા હૈદર છઠ્ઠી વાર મા બનશે

ચાર બાળકો સાથે પાકિસ્‍તાનથી આવેલી સીમા હૈદર ફરી એક વાર પ્રેગ્નેન્‍ટ થઈ

નોઈડા,તા.૦૬: પોતાના ચાર બાળકો સાથે પાકિસ્‍તાનથી આવેલી સીમા હૈદર ફરી એક વાર પ્રેગ્નેન્‍ટ થઈ ગઈ છે. તેની જાણકારી સીમા હૈદરે પોતાની યૂટ્‍યૂબ ચેનલ પર આપી છે. સીમા અને સચિને યૂટ્‍યૂબ ચેનલ પર ગુરુવારે એક વીડિયો અપલોડ કર્યો, જેના થંબનેલ પર લખીને પ્રેગ્નેન્‍સીની પુષ્ટિ કરી છે. વીડિયોમાં સીમા એવું પણ કહે છે કે હાલમાં સચિન તેને ભારે વજનવાળું કામ કરવાની ના પાડે છે.

 લાઈવ હિન્‍દુસ્‍તાનના રિપોર્ટ અનુસાર, સીમા હૈદરને હાલમાં પાંચ બાળકો છે, તેમાંથી ચાર બાળકો તેના પાકિસ્‍તાની પતિ ગુલામ હૈદરના છે. જ્‍યારે સચિનની એક બાળકી છે. આ વર્ષે ૧૮ માર્ચના રોજ સીમા હૈદરે એક દીકરીને જન્‍મ આપ્‍યો હતો, જેનું નામ ભારતી રાખ્‍યું હતું. પણ ખુદને કૃષ્‍ણ ભક્‍ત ગણાવતી સીમા હૈદરે દીકરીને પ્રેમથી મીરા કહીને બોલાવે છે.

સીમા હૈદરે હાલમાં જ એક વીડિયોમાં પોતાની પ્રેગ્નેન્‍સીના સંકેત આપ્‍યા હતા. ત્‍યારે સીમાની મોટી દીકરીએ માના પેટ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે હવે અમે છ ભાઈ-બહેન છીએ. સીમાએ હસતા હસતા તેનું મોં બંધ કરી દીધું હતું. હવે વીડિયોના થંબનેલ પર પ્રેગ્નેન્‍સીની વાત લખીને સીમાએ તેની પુષ્ટિ કરી દીધી છે.

આપને જણાવી દઈએ કે, પબજી ગેમ રમતા સીમા હૈદર ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામના સચિન મીણા સાથે સંપર્કમાં આવી હતી. ત્‍યાર બાદ સીમા નેપાળના રસ્‍તે પોતાના ચાર બાળકો સાથે પાકિસ્‍તાનથી ભાગીને ભારતમાં આવી ગઈ હતી. ૨૦૨૩ના મે મહિનાથી સીમા સચિનના ઘરે રહે છે. તે હવે ખુદને સચિનની પત્‍ની ગણાવે છે.

સીમાને લઈને તેના પૂર્વ પતિએ ઘણી વાર કેટલાય મોટા દાવા કર્યા છે. તો વળી સુરક્ષા એજન્‍સીઓ સતત તેની સાથે પૂછપરછ કરી રહી છે. સીમાએ સતત દાવો કર્યો કે તે સચિનને ખૂબ પ્રેમ કરે છે. સીમા ભારતની જીતથી લઈને રામ મંદિર નિર્માણ સુધીના મુદ્દા પર ખુશીથી નાચતી જોવા મળી હતી.

 

(10:16 AM IST)