હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

નવી દિલ્હી, તા.૬: આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વાર્ષિક ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. હવે આ યોજનાનો વ્યાપ વધારીને તેમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમે યોજના માટે પાત્ર છો કે નહીં તે જાણવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જે ઓનલાઈન અથવા નજીકના કેન્દ્ર પર જઈને કરી શકાય છે.
આયુષ્માન ભારત યોજના દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સરકારના નવા નિર્ણય મુજબ, હવે પરિવારના ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સ પણ આ સુરક્ષા કવચનો લાભ લઈ શકશે. આ યોજના અંતર્ગત પ્રત્યેક પરિવારને દર વર્ષે કુલ ૫ લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ મફત સારવારનો લાભ સરકારી તેમજ પેનલમાં જોડાયેલી ખાનગી હોસ્પિટલોમાં પણ મળવાપાત્ર છે.
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે તેઓ આ કાર્ડનો કેટલી વાર ઉપયોગ કરી શકે? તો જવાબ એ છે કે તમે વર્ષમાં ગમે તેટલી વાર સારવાર લઈ શકો છો, શરત માત્ર એટલી છે કે સારવારનો કુલ ખર્ચ ૫ લાખની મર્યાદામાં હોવો જોઈએ. એકવાર આ મર્યાદા પૂરી થઈ જાય પછી તે વર્ષ માટે મફત સારવાર બંધ થઈ જાય છે અને નવા વર્ષે ફરીથી લિમિટ રિન્યુ થાય છે.
તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં તે જાણવા માટે તમારે કયાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પીએમજેએવાયની સત્તાવાર વેબસાઈટ પર જઈને એમ આઈ એલિજીબલ? વિકલ્પ પર ક્લિક કરી શકો છો. ત્યાં તમારે તમારું રાજ્ય અને કેટેગરી પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તમે તમારા નામ, રાશન કાર્ડ નંબર અથવા પરિવારના ઓળખ નંબર દ્વારા સર્ચ કરી શકો છો. જો લિસ્ટમાં તમારું નામ હોય, તો તમે આ યોજનાનો લાભ લેવા માટે હકદાર છો. જે લોકો ઓનલાઈન તપાસી શકતા નથી, તેઓ નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ પોતાની પાત્રતા ચકાસી શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM