હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાણામંત્રીની 'સીન ગુડ્સ' પર લાલ આંખ: સિગારેટ અને સોફ્ટ ડ્રિંક્સના ભાવ ૧૦ ગણા વધવાની શક્યતા?

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ હવે સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર કમરતોડ ટેક્સ ઝીંકવાની તૈયારીમાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યો છે કે 'સીન ગુડ્સ' એટલે કે પાપ સમાન ગણાતી વસ્તુઓ પર એટલો ભારે ટેક્સ લગાવાશે કે તેનો વપરાશ આપોઆપ ઘટી જાય. આ નિર્ણયથી તમાકુ અને સોફ્ટ ડ્રિંક્સના શોખીનોના ખિસ્સા પર મોટો બોજ પડવાનો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર એવી વસ્તુઓ પર ટેક્સ વધારવા જઈ રહી છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. આ શ્રેણીમાં સિગારેટ, પાન મસાલા, દારૂ અને વધુ પડતી ખાંડવાળા કાર્બોનેટેડ ડ્રિંક્સ (સોફ્ટ ડ્રિંક્સ) નો સમાવેશ થાય છે. આર્થિક નિષ્ણાતોના મતે, આ 'સીન ગુડ્સ' પર જીએસટી ઉપરાંત વધારાનો સેસ અને એક્સાઈઝ ડ્યૂટી એટલી હદે વધારવામાં આવી શકે છે કે તેની કિંમતોમાં અનેકગણો ઉછાળો આવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વસ્તુઓ પર ટેક્સનું ભારણ એટલું વધારવામાં આવશે જેથી યુવા પેઢી તેના વ્યસનથી દૂર રહે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો આગામી બજેટ બાદ વ્યસનની વસ્તુઓ અને ઠંડા પીણાં ૧૦ ગણા સુધી મોંઘા થઈ શકે તેવી ચર્ચાઓ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
