News of Saturday, 6th December 2025
પાકિસ્તાનમાં હિન્દુ વારસો ખતરામાં: શાહબાઝ સરકારની રહેમનજર હેઠળ પ્રાચીન મંદિરો ખંડેર અને તબેલામાં ફેરવાયા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓના ધાર્મિક સ્થળોની દુર્દશા દર્શાવતો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ભારત સાથેના ભાગલા સમયે જે સેંકડો ભવ્ય મંદિરો પાકિસ્તાનના હિસ્સામાં આવ્યા હતા, તે આજે સરકારની ઉપેક્ષા અને કટ્ટરપંથીઓની તોડફોડને કારણે નામશેષ થવાના આરે છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે શાહબાઝ શરીફની સરકાર આ ઐતિહાસિક ધરોહરને સાચવવામાં નિષ્ફળ નીવડી છે.
એક સ્વતંત્ર તપાસ અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં આવેલા અનેક પૌરાણિક મંદિરોની હાલત દયનીય છે. ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી), જેનું કામ આ ધાર્મિક સ્થળોની જાળવણી કરવાનું છે, તે ભ્રષ્ટાચાર અને બેદરકારીનો અડ્ડો બની ગયું છે.
ઘણા ઐતિહાસિક મંદિરોની જમીનો પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે, તો કેટલાક મંદિરોને તબેલા, દુકાનો કે મીઠાઈના ગોડાઉનમાં ફેરવી દેવામાં આવ્યા છે.
અહેવાલમાં ખાસ ઉલ્લેખ છે કે સિંધ અને પંજાબ પ્રાંતમાં આવેલા સદીઓ જૂના સ્થાપત્યો જર્જરિત થઈ ગયા છે અને ત્યાં પૂજા-પાઠ તો દૂર, પ્રવેશવ કરવો પણ મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતે શાહબાઝ સરકારની ભારે ટીકા થઈ રહી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
