<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ફિલ્મી સ્ટોરીને પણ ભુલાવી દે તેવી ઘટના: ટ્રેનમાં ભીખ માંગતી યુવતી સાથે યુવકને પ્રેમ થયો અને સમાજની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા

ઉત્તર પ્રદેશ: પ્રેમ કોઈ સીમા, જાતિ કે આર્થિક દરજ્જો જોતો નથી, આ ઉક્તિને સાર્થક કરતી એક અનોખી પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક યુવકનું દિલ ભીખ માંગતી છોકરી પર આવી ગયું. સામાન્ય રીતે લોકો ભિક્ષુકો તરફ દુર્લક્ષ સેવતા હોય છે, પરંતુ આ યુવકે તે યુવતીનો હાથ પકડીને તેને પોતાની જીવનસાથી બનાવી લીધી છે.

આ કિસ્સો ઉત્તર પ્રદેશનો હોવાનું મનાય છે. વાયરલ વિગતો મુજબ, એક યુવક રોજ ટ્રેનમાં મુસાફરી કરતો હતો ત્યારે તેની નજર ટ્રેનના ડબ્બામાં ભીખ માંગતી એક યુવતી પર પડી. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને યુવકને યુવતીની સાદગી અને મજબૂરી સ્પર્શી ગઈ. યુવકે સમાજ અને પરિવારના વિરોધની પરવા કર્યા વિના તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. 

સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થયા છે, જેમાં યુવક તે યુવતીને નવા કપડાં પહેરાવીને વિધિસર લગ્ન કરતો જોવા મળે છે. નેટીઝન્સ આ યુવકની હિંમત અને પ્રેમની ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે.

(2:30 PM IST)