<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ઈન્‍ડિગો એરલાઈન્‍સની સફર ૨૦૦૬ થી ૨૦૨૫....:સસ્‍તા ભાડા અને વિશાળ નેટવર્ક ને પગલે આજે ભારતની સૌથી સફળ વન એર લાઇન્‍સ ૩૦૦ થી વધુ વિમાનો

એરબસ એ ૩૨૦થી આજે કાર્ગો એર ક્રાફટ, ડોમેસ્‍ટિકમાં મોટા શહેરો સહિત નાના ગામોમાં પણ પહોંચી ઉડાન સેવા, ઇન્‍ટરનેશનલમાં ૨૫થી વધુ દેશોમાં વિસ્‍તરણ,હાલમાં સરકાર સાથે ચાલે છે મતમતાંતરો,એરપોર્ટ સ્‍લોટ, ટ્રાફિક મેનેજમેન્‍ટ, ક્રા મેમ્‍બર, અને સ્‍ટાફની ઘટ, ડીજીસીએ ના નિયમ અને તેનું પાલન, ઇંધણ ના ભાવ અને ટેક્‍સ ને લઈને સામસામે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી. ભારત ના ઉડ્ડયન ક્ષેત્ર હાલમાં ખોરંભાયું છે જેમાં સૌથી વધુ મુશ્‍કેલીનો સામનો ઈન્‍ડિગો એરલાઈન્‍સ કરી રહી છે, ધડાધડ ફ્‌લાઈટ કેન્‍સલ થઈ રહી છે, સરકાર ના પ્રયત્‍નો પણ નકામ રહ્યા નુ જણાય છે.

  ત્‍યારે આજે ભારત ની સૌથી સફળ એરલાઇન્‍સ ઈન્‍ડિગો ની એક સફર જોઈએ તો... ઇન્‍ટર ગ્‍લોબ  એન્‍ટર પ્રાઇઝિસ રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ એ મળી વર્ષ ૨૦૦૫ માં ઈન્‍ડિગો ની રચના કરી અને આરંભમાં જ એરબસ એ ૩૨૦ ૧૦૦  ની સંખ્‍યા માં ઓર્ડર કરાયો, જેની પ્રથમ ડિલિવરી કંપની ને જુલાઈ ૨૦૦૬ માં મળી અને ઈન્‍ડિગો ની પ્રથમ વ્‍યાપારી ઉડાન ૪ થી ઓગસ્‍ટ ૨૦૦૬ ના રોજ શરૂ થઈ અને તે રૂટ હતો દિલ્‍હી.. ગૌહાટી.. અને જાણે શરૂ થઈ ઈન્‍ડિગો ની સફળતા ની પણ ઉડાન.

ઓછા ખર્ચા ની આ પ્રથમ એર લાઇન્‍સ લોકો ને પસંદ આવવા લાગી નજીક ના દિવસો માં જ ઈન્‍ડિગો ની ફ્‌લાઈટ વધવા લાગી ૨૦૦૭ માં જ હજજારો મુસાફરો એ સફર કરી, તો વર્ષ ૨૦૦૯ માં ૧૦ મિલિયન મુસાફરો નો આંકડો પાર થયો, મુસાફરો ની નાડ પારખી કંપની એ ૨૦૧૧ માં મોટા એ ૩૨૦ ૧૮૦ પ્‍લેન નો ઓર્ડર કર્યો અને વર્ષ ૨૦૧૧મા  જ કંપની ને આંતરરાષ્ટ્રીય સેવા શરૂ કરવાની મંજૂરી મળી જેને લઇને આંતરરાષ્ટ્રીય રૂટ પણ શરૂ થયા , પછી તો એરલાઇન્‍સ ના વિકાસ ની ગતિ વધતી જ ગઈ વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી માં એટલે કે માત્ર ૫ વર્ષ માં ઈન્‍ડિગો ભારત ની ડોમેસ્‍ટિક માર્કેટ માં સૌથી મોટી એરલાઇન્‍સ બનવા માં સફળ રહી, કંપની ને વર્ષ ૨૦૧૬ માં એ ૩૨૦ નીઓ સિરીઝ વિમાન મળ્‍યા જે ઇંધણ ની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થયા.

   વર્ષ ૨૦૧૯માં કોવિડે ઈન્‍ડિગો ની સફળતા ની ઉડાન પર જાણે બ્રેક મારી , પ્‍લેને જમીન ઉપર પાર્ક કરવા પડ્‍યા, કંપની ને ભારે ખોટ સહન કરવી પડી પરંતુ ધીરે ધીરે બધું થાળે પડતું ગયું અને ઈન્‍ડિગો ની રફતાર ફરી તેજ બની, કંપની એ રૂટ નેટવર્ક વધાર્યું, કંપની વર્ષ ૨૦૨૩ માં એ એરબસ ને ૫૦૦ વિમાન નો ઓર્ડર આપ્‍યો જેને વિશ્વ નો સૌથી મોટો સિંગલ ઓર્ડર માનવા માં આવે છે, આગળ જતા કંપની એ તેમની સ્‍ટ્રેટેજી માં અનેક ફેરફારો કર્યા.

 પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકાર ના નવા નિયમો ને લઇને કંપની અને સરકાર વચ્‍ચે ખેંચતાણ ચાલી રહી છે જેમાં મુખ્‍ય મુશ્‍કેલી સ્‍લોટ, ટ્રાફિક સંચાલન ઇંધણ ભાવ, ટેક્‍સ,પાયલોટ સહિત સ્‍ટાફ ની ખાધ જેવા પ્રશ્ને મુશ્‍કેલી ઉભી થઈ રહી છે અને જેનો સામનો મુસાફરો એ કરવો પડે છે, હાલમાં તો કંપની એ સરકાર ને આશ્વાસન આપ્‍યું છે કે ફેબ્રુઆરી સુધીમાં બધું થાળે પડી જશે જોઈએ હવે સરકાર નુ વલણ... 

 

(3:31 PM IST)