તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
સાવધાન : મોબાઈલ ફોનમાં ઈ-ચલણના નામે apk ફાઈલ આવે તો ખોલવી નહીં :સાયબર ઠગાઈનો શિકાર થઇ શકો
કોઈ પણ અજાણ્યા નંબરથી ઈ ચલણ નામથી કોઈ ફાઈલ આવે તો ઉતાવળમાં તે ફાઈલ ખોલવી નહી અને પોતાના ફોનમાં ઈન્સ્ટોલ કરવી નહી:ઈન્સ્ટોલ થતાની સાથે જ રુપિયા ઉઠાંતરીનાં ચાન્સ વધી જાય

નવી દિલ્હી : સાયબર ગઠિયાઓ લોકોનાં પૈસા પડાવવા માટે રોજબરોજ અનેક નવા કિમિયાઓ અપનાવે છે, ભૂતકાળમાં યુપીઆઈ એપ્લીકેશન અથવા તો બેંકનાં કર્મચારી બનીને રૂપિયા પડાવવામાં આવતા હતા. ક્યારેક ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવાનાં નામે તો ક્યારેક બેંકનાં કેવાયસીનાં નામે ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ગઠિયાઓ રૂપિયા સેરવી લેતા હતા, તેવામાં આ સાયબર ફ્રોડસ્ટરોએ વાહન ચાલકોનાં ઈ ચલણનાં નામે પણ પૈસા પડાવવાનું શરૂ કર્યું છે.
સાયબર ગઠિયાઓ અજાણ્યા નંબરથી મોબાઈલ ધારકોને ઈ ચલણ નામથી એક apk ફાઈલ મોકલે છે. જે ખરેખર એક એપ્લીકેશન છે, તે ખોલતાથી સાથે જ મોબાઈલ ધારકો એસએસએસ સહિતની તમામ પરમીશન આપી દે છે જેનાં કારણે ફોનનો તમામ એક્સેસ સાયબર ગઠિયાઓને મળી જાય છે અને તેઓ બેંકમાં રહેલા રૂપિયાની ઉચાપત કરી છેતરપીંડી કરી નાખે છે.
જો તમારા ફોનમાં કોઈ પણ અજાણ્યા નંબરથી ઈ ચલણ નામથી કોઈ ફાઈલ આવે તો ઉતાવળમાં તે ફાઈલ ખોલવી નહી અને પોતાના ફોનમાં ઈન્સ્ટોલ કરવી નહી. કારણ કે ઈન્સ્ટોલ થતાની સાથે જ રુપિયા ઉઠાંતરીનાં ચાન્સ વધી જાય છે. એટલે આવી લીંક કે ફાઈલ આવે એટલે તરત જ તે ફાઈલ ડીલીટ કરી જે તે નંબરને બ્લોક કરી દેવો જેથી આપની સાથે આ પ્રકારે ઠગાઈ થતી અટકી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
